ગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદમાં ઓવર સ્પીડમાં વાહન ચલાવનારાઓની ખેર નહી! તંત્રએ લગાવ્યા આટલા હજાર હાઇ ડેફિનેશન કેમેરા

Text To Speech

અમદાવાદમાં અવાર નવાર હીટ એન્ટ રનની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમા ઓવર સ્પીડના કારણે અનેક લોકોને તેમના જીવ ગૂમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે હવે આ મામલે તંત્ર એક્શનમાં આવ્યુ છે. અને ઓવર સ્પીડમાં વાહન ચલાવનારા વિરુદ્ધ પગલા લેવા માટે તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે.

નવા 6 હજાર હાઇ ડેફિનેશન CCTV લગાવવામાં આવશે

અમદાવાદમાં એસજી હાઇવે પર ઓવરસ્પીડમાં વાહનચાલકોને પકડી પાડવા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત એસજી હાઇવે પર આવેલા તમામ ઓવરબ્રિજ ઉપર સીસીટીવી કેમેરા લગાવવા માટે તંત્રએ તૈયારીઓ શરુ કરી દીધી છે. અમદાવાદના એસજી હાઇવે પર નવા HD કેમેરા લગાવવામાં આવશે. અમદાવાદ શહેરમાં નવા 6 હજાર કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ટ્રાફિક વિભાગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે.

અમદાવાદ એસ જી હાઈવે-humdekhengenews

એસજી હાઈવે પર 5 જગ્યા પર લાગશે કેમેરા

હાલમાં શહેરમાં સૌથી વધુ ઓવર સ્પીડના કેસ પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને સરખેજ ગાંધીનગર હાઈવે તેમજ પકવાન ચાર રસ્તાથી લઈને હોટલ તાજ સુધીના રોડ પર બને છે. આ બાબતને ધ્યાને રાખીને એસજી હાઇવે પર આવેલા તમામ ઓવરબ્રિજ ઉપર સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. જે લોકો હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપીને ભાગી જતા હતા તેવા વાહનચાલકોને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. અમદાવાદમા હવે હાઇડેફિનેશનના સીસીટીવી કેમેરા લગાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. એસજી હાઇવેના તમામ ઓવરબ્રિજને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે. સરખેજથી ગાંધીનગર હાઇવે પર આવેલા તમામ ઓવરબ્રિજને સીસીટીવી કેમેરાથી આવરી સજ્જ કરવામાં આવશે. જે અંતર્ગત સોલા સિવિલ હોસ્પિટલ પાસે આવેલા ઓવરબ્રિજ પર સીસીટીવી કેમેરા લગાવી પણ દેવામાં આવ્યા છે.

ટૂંક સમયમાં વાહનની સ્પીડ નક્કી કરાશે

હાલ શહેરમાં CCTV કેમેરા લગાવવામાં આવી રહ્યા છે.આ સીસીટીવી કેમેરામાં સ્પીડ ડિટેકટર લગાવામાં આવ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યુ છે. જેમાં વાહન ચાલક નક્કી કરેલ સ્પીડથી વધુ સ્પીડમાં વાહન ચલાવતા હશે તો તરત તેમાં ખબર પડી જશે. અને વાહન ચાલકના ઘરે તેનો મેમો આવી જશે.

આ પણ વાંચો : અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “આઝાદી કી યાદે”નું કર્યુ લોકાર્પણ, જાણો શું છે તેની ખાસિયત

Back to top button