ઉતરાયણમાં સુરતના તમામ ઓવરબ્રિજ પર ટુ-વ્હીલર ચલાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેમાં ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તથા બ્રિજ નજીક પોલીસકર્મી અને TRB જવાન તૈનાત કરાશે. જેમાં દોરીથી ગંભીર પ્રકારની ઇજાઓથી બચવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
પતંગના ધારદાર દોરાને ધ્યાનમાં રાખી જાહેરનામું બહાર પાડ્યું
ઉલ્લેખનીય છે કે ગંભીર પ્રકારની ઇજાઓથી બચવા જાહેરનામું બહાર પાડવા આવ્યુ છે. અગાઉ સુરતમાં બ્રિજ ઉપર અનેક લોકો પતંગની દોરીના શિકાર બન્યા છે. તેથી બ્રિજ નજીક પોલીસ કર્મી અને TRB જવાન ઉભા રેહશે. તથા પતંગના ધારદાર દોરાને ધ્યાનમાં રાખી જાહેરનામું બહાર પાડ્યું છે. તેમજ વાહન ચાલકોને થતી ગંભીર પ્રકારની ઇજાઓથી બચાવવા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં લોકોની સલામતી તેમજ સુરક્ષાના ભાગરૂપે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ઇજાથી વાહન ચાલકોને બચાવવા માટે પ્રયાસ
સુરતમાં ઓવર બ્રિજ ઉપર લોકો પતંગના દોરાનો શિકાર ના બને તે માટે સાવચેતીના ભાગ રૂપે ઓવર બ્રિજ પર ટુ વ્હીલર ચાલકો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉતરાયણના દિવસે વાહન ચાલકોને ગંભીર પ્રકારની ઇજાથી બચાવી શકાશે.