ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ અને પ્રિયંકા ગાંધીની સંભલમાં નો એન્ટ્રી, ગાઝીપુર બોર્ડર પર કાફલાને રોકવામાં આવ્યો

  • દિલ્હી-ગાઝીપુર બોર્ડર પર ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું

ઉત્તર પ્રદેશ, 4 ડિસેમ્બર: કોંગ્રેસ નેતા રાહુલ અને પ્રિયંકા ગાંધી આજે બુધવારે હિંસાગ્રસ્ત સંભલમાં પીડિત પરિવારોને મળવા જઈ રહ્યા હતા, આ દરમિયાન દિલ્હી-ગાઝીપુર બોર્ડર પર તેમના કાફલાને પોલીસ પ્રશાસન દ્વારા રોકવામાં આવ્યો હતો. પોલીસે તેમને સંભલ જવા દીધા ન હતા. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના અન્ય પાંચ સાંસદો સવારે ગાઝીપુર બોર્ડર પર પહોંચ્યા, જ્યાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું અને તેમને સંભલમાં પ્રવેશતા અટકાવવા માટે બેરિકેડ લગાવવામાં આવ્યા હતા.

 

આ વિશે પોતે રાહુલ ગાંધીએ શું કહ્યું?

સંભલમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

રાહુલ ગાંધીની મુલાકાતને કારણે સંભલમાં ચુસ્ત બંદોબસ્ત છે અને જિલ્લાની સરહદો પર તપાસ કરવામાં આવી રહી છે. સંભલ જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર પેન્સિયાએ મંગળવારે ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદના પોલીસ કમિશ્નરો અને અમરોહા તથા બુલંદશહર જિલ્લાના પોલીસ અધિક્ષકોને પત્ર લખ્યો હતો, જેમાં તેમને આગ્રહ કરવામાં આવ્યો હતો કે તેઓ સંભલની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીને તેમના જિલ્લાઓની સરહદો પર રોકે.

 

પોલીસે જનપ્રતિનિધિઓને સંભલમાં ન આવવા વિનંતી કરી 

સંભલના પોલીસ અધિક્ષક કૃષ્ણ કુમારે બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે, “તમામ જનપ્રતિનિધિઓને 10 ડિસેમ્બર સુધી જિલ્લામાં ન આવવા વિનંતી કરવામાં આવે છે. આ માટે તેમને એક સંદેશ પણ મોકલવામાં આવ્યો છે અને તેમને સંભલ જિલ્લામાં BNSS 163ના અમલીકરણ વિશે પણ જાણ કરવામાં આવી છે. હું આશા રાખું છું કે તેઓ સંભલમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં અમને સહકાર આપશે.”

અગાઉ પણ સાંસદોને જિલ્લામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા

શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 163 (પ્રોહિબિટરી ઓર્ડર) સંભલમાં 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. આ સાથે, સંભલમાં બહારના લોકોના પ્રવેશ પરનો પ્રતિબંધ શનિવારે સમાપ્ત થઈ રહ્યો છે, જિલ્લા મેજિસ્ટ્રેટે તેને 10 ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે. ગયા અઠવાડિયે, સમાજવાદી પાર્ટી (SP)ના ઘણા સાંસદોને જિલ્લામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા.

આ પણ જૂઓ: મહારાષ્ટ્રમાં 11 દિવસે રાજકીય અનિશ્ચિતતાનો અંત, દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન બનશે

Back to top button