ટોપ ન્યૂઝવર્લ્ડ

“યુદ્ધમાં કોઈ દેશ જીતતો નથી” બર્લિનમાં રશિયા-યુક્રેન યુદ્ધ વિશે બોલ્યા PM મોદી

Text To Speech

યુરોપના ત્રણ દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બર્લિનમાં કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં કોઈ વિજેતા નહીં હોય. તેમણે કહ્યું કે ભારત વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ શોધવામાં માને છે. જર્મન ચાન્સેલર ઓલ્ફ સ્કોલ્ઝ સાથે વાતચીત બાદ પીએમ મોદીએ કહ્યું- અમે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ પર ચર્ચા કરી. યુક્રેન યુદ્ધમાં કોઈ વિજેતા નહીં હોય. અમે શાંતિના પક્ષમાં છીએ અને યુદ્ધનો અંત લાવવાની હાકલ કરીએ છીએ. આ પહેલા રવિવારે વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતનો પક્ષ રાખતા કહ્યું હતું કે બંને દેશોએ દુશ્મનાવટનો અંત લાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને વાતચીત અને રાજદ્વારી કૂટનીતિ દ્વારા મામલો ઉકેલવો જોઈએ.

વિનય મોહન ક્વાત્રાએ કહ્યું હતું – ભારત યુક્રેનને લઈને ચિંતિત છે, ભારતનું વલણ એકદમ સ્પષ્ટ છે. અમે શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે બંને દેશોએ દુશ્મનાવટનો અંત લાવવો જોઈએ અને વાતચીત અને કૂટનીતિ દ્વારા વાટાઘાટ માટે ટેબલ પર આવવું જોઈએ. તેમણે કહ્યું કે ભારતના વૈશ્વિક સાથી દેશો પણ રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતનો અભિપ્રાય જાણે છે અને તેમણે ભારતના પક્ષની પ્રશંસા કરી છે.

નોંધપાત્ર વાત એ છે કે 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાના હુમલા બાદ ભારત સતત રશિયા અને યુક્રેનને યુદ્ધ ખતમ કરવા અને વાતચીત દ્વારા મુદ્દાનો ઉકેલ લાવવાની અપીલ કરી રહ્યું છે. ભારતે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે અનેક વૈશ્વિક મંચો પરથી પોતાનું વલણ રજૂ કર્યું છે અને આજે પણ ભારત એ જ સ્ટેન્ડ પર છે કે બંને દેશો વચ્ચે વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.

Back to top button