ઉત્તર ગુજરાતગુજરાત

હિન્દુત્વને નુકસાન પહોંચાડે તેવી કોઈ પ્રવૃત્તિ ન કરવી જોઈએ :મહંત શ્રી રાજેન્દ્રારાનંદ ગીરીજી

Text To Speech
  • ક્રિસમસને લઈ પાશ્ચાત્ય સમાજનું અનુકરણ ન કરવા અપીલ.
  • નાતાલના તહેવારના ઓથા હેઠળ ચાલતી વટાળ પ્રવૃત્તિ બંધ થવી જરૂરી

પાલનપુર : અખિલ ભારતીય સંત સમિતિ ઉત્તર ગુજરાતના સંગઠન મંત્રી અને વિજય હનુમાન સંન્યાસ આશ્રમ પાટણના મહંત શ્રી રાજેન્દ્રાનંદગીરીજી ગુરુ મહામંડલેશ્વર કલ્યાણાનંદગીરીજી એ ક્રિસમિસને લઈ પાશ્ચાત્ય સંસકૃતિનું અનુકરણ ન કરવાની અપીલ કરી છે.

પાલનપુર આનંદ ધામ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા પૂ.શ્રી રાજેન્દ્ર નંદગીરીજીએ જણાવેલ કે, નાતાલ એટલે કે ક્રિસમસ નો જે તહેવાર આવે છે.ત્યારે સ્કૂલમાં ભણતા કોમળ બાળકો પાસે સાન્તાક્લોઝ નાતાલના કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યારે શિક્ષણ જગતના માધાંતાઓને મારી વિનંતી છે કે, હિન્દુત્વને નુકસાન પહોંચાડે તેવી કોઈ પ્રવૃત્તિ ન કરવી જોઈએ. શા માટે સ્કૂલોમાં શાંતા ક્લોઝની વેશભૂષા સાથે બાળકોને શિખામણ આપવી જોઈએ? કોમળ બાળકોના મગજમાં સાન્તાક્લોઝની કાલ્પનિક સમજણ આપી બાળકોના માનસમાં વટાળ પ્રવૃત્તિ ચલાવનારાઓની ઇમ્પ્રેશન પડે તેવી પ્રવૃત્તિ કેમ કરવી જોઈએ?

તમામ વાલીઓને પણ વિનંતી છે કે તમારા બાળકો જે શાળામાં ભણતા હોય તે શાળાને સંચાલકોને વિનંતી સાથે જણાવો અને જરૂર પડે તો ઉગ્રતા સાથે જણાવો અને શાળાના સંચાલકોને પણ વિનંતી છે કે, હિન્દુ સમાજ આક્રોશ સાથે મેદાનમાં આવે તે પહેલા સાન્તાક્લોઝ ની વેશભૂષા સાથેની સાથેનો કોઈપણ કાર્યક્રમ ન યોજવા જોઈએ. આ પ્રકારની કોઈપણ પ્રવૃત્તિ ચાલતી હોય તો બંધ કરો. હિન્દુ શાળા, હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ દેશમાં અનેક હિન્દુ તહેવારોની ઉજવણી થતી હોય ત્યારે સંસ્કૃતિનું અનુકરણ કરાય તેવી પ્રવૃત્તિઓ થઈ શકે છે.તો પછી પાશ્ચાત્ય સંસ્કૃતિ કે વિકૃતિ પાછળ શા માટે દોટ લગાવો છો.

ક્રિસમિસ ના નામે યોજાતા કાર્યક્રમોની પ્રવૃત્તિ બંધ કરવી જોઈએ. આ મારી લાગણી અને હિન્દુ સમાજની માગણી છે, ત્યારે નાતાલના તહેવારના ઓથા હેઠળ ચાલતી વટાળ પ્રવૃત્તિ બંધ થવી જરૂરી છે.

આ પણ વાંચો : સ્મૃતિ ઈરાની પર ટિપ્પણી કરતા કોંગ્રેસ નેતાને રાષ્ટ્રીય મહિલા આયોગે મોકલી નોટિસ

Back to top button