ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં સ્કૂલવર્ધી વાહનો માટે ઘડાયેલા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છતાં કાર્યવાહી નહીં

  • ફાયર NOC ન ધરાવતા તમામ એકમો અને સેન્ટરો સામે કાર્યવાહી કરવા આદેશ
  • કલાકના 20 કિમીની ઝડપે સ્કૂલવાન દોડાવવાનો નિયમ માત્ર કાગળ પર
  • સ્કૂલવર્ધીના વાહનોને સરકારી નિયમોનું પાલન કરવુ જરૂરી

અમદાવાદમાં સ્કૂલવર્ધી વાહનો માટે ઘડાયેલા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છતાં કાર્યવાહી નહીં. જેમાં કલાકના 20 કિમીની ઝડપે સ્કૂલવાન દોડાવવાનો નિયમ માત્ર કાગળ પર છે. નફાખોરીના ચક્કરમાં કેટલાક વાનમાલિકો CNG કિટ પર સીટ મૂકી બાળકોને બેસાડે છે. તથા અમદાવાદમાં પ્રતિ કલાક 40 કિ.મી.ની ઝડપે સ્કૂલવર્ધીના વાહનો દોડે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં આગામી 2 દિવસ ભારે પવન ફૂંકાશે, જાણો કયા શહેરમાં રહ્યું સૌથી વધુ તાપમાન 

ફાયર NOC ન ધરાવતા તમામ એકમો અને સેન્ટરો સામે કાર્યવાહી કરવા આદેશ

રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે ફાયર NOC ન ધરાવતા તમામ એકમો અને સેન્ટરો સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે, પરંતુ સોશિયલ મીડિયામાં સ્કૂલવર્ધીની એક કારમાં CNG કિટ પર સીટ રાખીને બેસાડેલા બાળકોનો ફોટો વાઇરલ થતાં વાલીઓમાં ચિંતા પ્રસરી ગઈ છે. વાલીઓએ રોષ ઠાલવ્યો હતો કે, સ્કૂલવર્ધીના વાહનો માટે ઘડાયેલા નિયમો માત્ર કાગળ પર જ જોવા મળે છે. કલાકના 20 કિમીની ઝડપે વાહન દોડાવવાના નિયમનું પણ પાલન કરાતું નથી. અમદાવાદમાં પ્રતિ કલાક 40 કિ.મી.ની ઝડપે સ્કૂલવર્ધીના વાહનો દોડે છે.

સ્કૂલવર્ધીના વાહનો સરકારી નિયમોનું પાલન કરે

સ્કૂલવર્ધીના વાહનો સરકારી નિયમોનું પાલન કરે છે કે, નહીં ? તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની છે, પરંતુ પોલીસ કે આરટીઓ તંત્ર નિયમોનું પાલન કરવામાં સદંતર નિષ્ફળ ગયું હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. શિક્ષણવિદોએ કહ્યું કે, સ્કૂલવર્ધીની રિક્ષામાં ડ્રાઇવર સાથે 7 બાળકો અને કારમાં ડ્રાઇવર સાથે 12 બાળકોની ક્ષમતાં છતાં આડેધડ બાળકો ભરવામાં આવે છે. મોટર વ્હિકલ એક્ટ પ્રમાણે સ્કૂલ વર્ધીના વાહન અને તેમાં જતા વિદ્યાર્થીઓના માન્ય વિમા સહિત વાહનોનો ટેક્સ, પરમિટ, પીયુસી, ફિટનેસ વગેરે હોવા જોઇએ. જોકે આ તમામ વસ્તુઓનું નિયમિત ચેકિંગ કરાતું જ નથી. માત્ર ફિટનેસ કે અકસ્માત વખતે જ ચકાસણી થાય છે. જો સમયાંતરે ચકાસણી થાય તો મોટી દુર્ઘટનાને ટાળી શકાય છે.

વાહનની આગળ-પાછળ સ્કૂલવર્ધી વાહન સ્પષ્ટ લખેલું હોવું જોઇએ

સ્કૂલના બાળકો માટે ભાડેથી ફરતું હોય તો વાહનની આગળ-પાછળ સ્કૂલવર્ધી વાહન સ્પષ્ટ લખેલું હોવું જોઇએ ? વાહનમાં પ્રાથમિક સારવારની પેટી અવશ્ય રાખવાની છે ? વાહનમાં ફાયર સેફ્ટીના સાધનો ફરજિયાત રાખવાના છે ? વાહન પર માલિકનું નામ અને ટેલિફોન નંબર અવશ્ય લખેલો હોવો જોઈએ ? વાહનના બારણા સારી ગુણવત્તાવાળા તાળાઓથી બંધ હોવા જોઈએ ? વાહનમાં સ્કૂલ બેગ સલામત રાખવા જરૂરી જગ્યા રાખવા રહેશે ? રિક્ષા અને કારમાં ઉતારુ કમ્પાર્ટમેન્ટ વધારાની બેઠક વ્યવસ્થા કરવા રહેશે.

Back to top button