ટોપ ન્યૂઝનેશનલ

જાતિય સમીકરણ અને મહાગઠબંધનને સાચવીને નીતીશ કુમારનું બેલેન્સ મંત્રીમંડળ, આ સભ્યોને મળ્યું સ્થાન

Text To Speech

બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં મહાગઠબંધનની આખરે સરકારનું મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં કુલ 31 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા, તેમાં જાતિય સમીકરણ તેમજ બધી પાર્ટીઓને સાથે રાખવાની નીતિશ કુમાર અને લાલુના પુત્રની આવડતને ખાસ ધ્યાનમાં લેવામાં આવી છે. જેમાં જેડીયૂ કરતાં આરજેડીનું પ્રભાવ મંત્રીમંડળમાં વિશેષ જોવા મળ્યું છે. એટલું જ નહીં મંત્રમંડળમાં કોંગ્રેસનું કદ પણ ઓછું થયું છે.

આ મંત્રીમંડળમાં 31 મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. જેમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર છે અને તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ છે એટલે કે કુલ 33 સભ્યોનું કદ બન્યું છે. સાથે જ આ સરકારમાં RJD પાસે સૌથી વધુ 79 ધારાસભ્યો છે અને બીજા નંબર પર JDUના ધારાસભ્યોનો નંબર છે. પરંતુ નીતીશના પક્ષનું મંત્રીમંડળમાં પ્રભુત્વ ઓછું જ જોવા મળ્યું છે.

જેડીયૂએ પોતાના કોટામાંથી મંત્રીમંડળમાં અતિ પછાત જાતિઓની સાથે-સાથે શપથ લેનારા ધારાસભ્યોમાંથી આરજેડીના 16, જેડીયુના 11, કોંગ્રેસના બે, અને અન્યો બેનો સમાવેશ થાય છે. આજે મંગળવારે આ મંત્રીઓને સામેલ કર્યા બાદ કેબિનેટ વિસ્તરણ દ્વારા ભવિષ્યમાં અન્ય ખાલી જગ્યાઓ ભરવામાં આવે તેવી અપેક્ષા છે. બિહાર રાજ્યમાં શાસક મહાગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે સૈદ્ધાંતિક સમજૂતી હેઠળ, બિહાર વિધાનસભાની સૌથી મોટી પાર્ટી આરજેડી પાસે સૌથી વધુ મંત્રી પદો છે, જ્યારે મુખ્ય પ્રધાન નીતિશ કુમારની પાર્ટી જેડીયુ બીજા નંબરે રહેશે તેમ માનવામાં આવી રહ્યું હતું. તે મુજબ જ આરજેડીના સૌથી વધુ અને જેડીયુના તેનાથી ઓછા સભ્યોને પ્રધાનમંડળમાં સમાવવામાં આવ્યા છે.

પહેલા ક્રમમાં આ ધારાસભ્યોએ લીધા શપથ
વિજય કુમાર ચૌધરી
આલોક કુમાર મહેતા
તેજ પ્રતાપ યાદવ
વિજેન્દ્ર યાદવ
ચંદ્રશેખર

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના: ITBPની બસ ખીણમાં પડતા 7 જવાનો શહીદ, 32 ઘાયલ

બીજા ક્રમમાં આ ધારાસભ્યોએ શપથ લીધા
અશોક ચૌધરી
શ્રવણ કુમાર
લેસી સિંઘ
રામાનંદ યાદવ
સુરેન્દ્ર ચૌધરી

ત્રીજા ક્રમમાં આ ધારાસભ્યોએ શપથ લીધા
સંજય ઝા
સંતોષ કુમાર સુમન (હમ)
મદન સાહની
લલિત યાદવ
અફાક આલમ (કોંગ્રેસ)

ચોથા ક્રમમાં આ ધારાસભ્યોએ શપથ લીધા
શીલા મંડળ (JDU)
સુમિત કુમાર સિંઘ (અપક્ષ)
સુનીલ કુમાર (JDU)
સમીર મહાસેઠ (RJD)
ચંદ્રશેખર (RJD)

આ ધારાસભ્યોએ પાંચમા રાઉન્ડના શપથ ગ્રહણ થયા
જામા ખાન (JDU)
અનિતા દેવી RJD
જયંત રાજ (JDU)
સુધાકર સિંહ
જિતેન્દ્ર યાદવ

છેલ્લા રાઉન્ડમાં 6 ધારાસભ્યોએ લીધા શપથ
મુરારી ગૌતમ
ઇઝરાયેલ મન્સૂરી
કાર્તિક કુમાર
શમીમ અહેમદ
શાહનવાઝ
સુરેન્દ્ર કુમાર

Back to top button