નીતીશ કુમાર PM મોદીને પગે લાગવા ગયા, PMએ પાડી ના, જુઓ VIDEO
દરભંગા, 13 નવેમ્બર : દરભંગા AIIMSના શિલાન્યાસ સમારોહ દરમિયાન બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર(Chief Minister Nitish Kumar) વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરવા ઝૂકી ગયા હતા. તે સમયે પીએમ મોદી(PM Narendra Modi) અન્ય મહેમાનો સાથે સ્ટેજ પર બેઠા હતા. જો કે, નીતિશને પગ સ્પર્શતા જોઈને પીએમ તરત જ તેમની ખુરશી પરથી ઉભા થઈ ગયા અને સીએમને આમ કરતા રોક્યા. આ પછી મોદી અને નીતીશે હાથ મિલાવીને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ સીએમ નીતીશ ગયા અને પીએમની બાજુની ખુરશી પર બેસી ગયા. આ પહેલા પણ નીતીશે બે વખત મોદીના પગ સ્પર્શ કર્યા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પીએમ નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) બુધવારે દરભંગામાં આયોજિત સરકારી કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે દરભંગાના શોભન ખાતે બિહારની બીજી AIIMSનો શિલાન્યાસ કર્યો હતો. તે જ સમયે, તેમણે કુલ 12 હજાર કરોડ રૂપિયાના રોડ અને રેલ્વે સંબંધિત પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કર્યું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે(Chief Minister Nitish Kumar) પણ ભાગ લીધો હતો.
સીએમ નીતિશ સ્ટેજ પર પહોંચતા જ પીએમ મોદીની સામે ગયા અને તેમના પગ સ્પર્શ કરવા માટે નીચે ઝૂકી ગયા. જો કે, પીએમ મોદીએ તરત જ તેમને આમ કરતા રોક્યા અને પોતે ઉભા થઈને નીતિશનું અભિવાદન કર્યું.
આ પહેલીવાર નથી જ્યારે નીતિશે મોદીને પગે લાગ્યા હોય, આ વર્ષે લોકસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ જ્યારે દિલ્હીમાં મહાગઠબંધનની સંસદીય દળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું ત્યારે સીએમ નીતિશે પણ તેમાં હાજરી આપી હતી. તે બેઠકમાં નીતિશે પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા, તેના પર રાજકીય વર્તુળોમાં ઘણી ચર્ચા થઈ હતી.
दरभंगा; सीएम नीतीश कुमार ने फिर छुए पीएम मोदी के पैर#DarbhangaAIIMS#AksharaSingh pic.twitter.com/L5zThBCgxn
— Amit Prakash (अमित प्रकाश) (@amit_9798) November 13, 2024
મોદી અને નીતિશે એકબીજાના ખૂબ વખાણ કર્યા
દરભંગામાં થયેલી બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ નીતિશ કુમારે એકબીજાના ખૂબ વખાણ કર્યા હતા. દરભંગામાં AIIMSનો શિલાન્યાસ કરવા પર નીતિશે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો. તેમણે બેઠકમાં હાજર લોકોને ઉભા થઈને પીએમનું અભિવાદન કરવા પણ કહ્યું. આ સાથે જ વડાપ્રધાને પોતાના ભાષણમાં નીતિશના સુશાસન અને નીતિઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રમાં મોદી અને બિહારમાં નીતિશના નેતૃત્વમાં એનડીએ સરકાર સારી રીતે કામ કરી રહી છે.
આ પણ વાંચો : 2 રૂપિયાના શેરમાં વિદેશી રોકાણકારોને પડ્યો રસ, ભાવ પહોંચ્યો આસમાને, શું છે તમારી પાસે?
કમાવવાની તક…!/ BlackBuck IPO આ તારીખે આવી રહ્યો છે, જાણો તેના વિષે વિગતે
₹2000ની નોટ: RBIએ કરી નવી જાહેરાત, જાણો શું છે ખાસ?
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં