ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

નીતિશ કુમારે મંચ પરથી કહી આ વાત, પીએમ મોદી પણ હસવાનું ન રોકી શક્યા, જૂઓ વીડિયો

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​નાલંદા યુનિવર્સિટીના નવનિર્મિત સમગ્ર કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બિહારના સીએમ નીતિશ કુમારે કંઈક એવું કહ્યું કે પીએમ મોદી પણ આ સાંભળીને હસવા લાગ્યા હતા

નાલંદા, 19 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​નાલંદા યુનિવર્સિટીની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મંચ પરથી એવી વાત કહી, જેને સાંભળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હસવાનું ન રોકી શક્યા. નીતીશ કુમારે કહ્યું કે થોડા દિવસ પહેલા જ્યારે સમાચાર આવ્યા કે તમે ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છો તો અમને ખૂબ આનંદ થયો. આ પછી તેમણે હસીને કહ્યું કે તમે અહીં ત્રીજી વખત આવ્યા છો (ત્રીજી વખત કેન્દ્રમાં સત્તા પર આવવા પર)… ફરીથી તમે જ આવી રહ્યા છો તે જાણી અમને ખૂબ જ આનંદ થયો. નીતિશ કુમારે જેવો પીએમ મોદીનો ત્રીજી વખતનો ઉલ્લેખ કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હસવા લાગ્યા હતા.

અહીં જૂઓ વીડિયો:

 

17 દેશોના વિદ્યાર્થીઓ અહીં લઈ રહ્યા છે શિક્ષણ

નીતિશ કુમારે પોતાના સંબોધનમાં કહ્યું કે નાલંદાને જ્ઞાનના કેન્દ્ર તરીકે ઓળખવામાં આવ્યું છે. હાલમાં અહીં 17 દેશોના 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. યુનિવર્સિટીના કેમ્પસને ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે રાજગીર વિશ્વનું સૌથી પૌરાણિક સ્થળ છે.

પીએમ મોદીએ કર્યું મહાબોધિનું વૃક્ષારોપણ

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ વિમાન દ્વારા ગયા પહોંચ્યા હતા અને ત્યાંથી આર્મીના હેલિકોપ્ટર દ્વારા નાલંદાની પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના ખંડેર પહોંચ્યા હતા. ખંડેરની મુલાકાત લીધા બાદ રોડ માર્ગે રાજગીરમાં આવેલી નવી યુનિવર્સિટીના કેમ્પસમાં પહોંચ્યા અને યુનિવર્સિટી બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ મહાબોધિ વૃક્ષનું વૃક્ષારોપણ પણ કર્યું હતું.

બખ્તિયાર ખિલજીએ લગાવી હતી આગ

મુખ્યમંત્રી નીતિશ કુમાર અને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે કલામે આ યુનિવર્સિટીના નિર્માણમાં ખૂબ મોટો ફાળો આપ્યો છે, જેના કારણે 800 વર્ષ જૂના નાલંદા યુનિવર્સિટીના ઈતિહાસનું પુનરાવર્તન થયું છે. પ્રાચીન વિશ્વવિદ્યાલયને બખ્તિયાર ખિલજીએ આગ લગાડી હતી જેના કારણે તે આજે ખંડેર હાલતમાં છે. નવી યુનિવર્સિટીના નિર્માણ માટે મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા 485 એકર જમીન આપવામાં આવી છે. તેના બાંધકામમાં કાચી ઈંટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ઐતિહાસિક નાલંદા વિશ્વવિદ્યાલયના નવા કેમ્પસનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, નીતિશ કુમાર પણ હાજર

Back to top button