નીતિશ કુમારને ફરી યાદ આવી વિપક્ષની તાકાત, ભાજપને હરાવવા માટે કરી મોટી અપીલ
લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી ત્યારે પટનામાં CPI-ML નું રાષ્ટ્રીય કન્વેન્શન યોજાયું. કન્વેન્શનમાં બિહાર મુખ્યમંત્રી નીતિશ કુમારે PM પદને લઈને કહ્યું કે નેતૃત્વને લઈને મારી કોઈ વ્યક્તિગત ઈચ્છા નથી. અમે તો માત્ર બદલાવ ઈચ્છીએ છીએ. વધુમાં કહ્યું કે ભારત જોડો યાત્રા પછી કોંગ્રેસે આગળ આવું જોઈએ અને વિપક્ષીય ગઠબંધનમાં વિલંબ ન કરવો જોઈએ.
વિપક્ષ એક થશે તો ભાજપના સુપડા સાફ થશે
બિહાર મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે જયારે NDAથી અલગ થયો ત્યારે બધી વિપક્ષીય પાર્ટીઓએ સ્વાગત કર્યું હતું. 2024 લોકસભા ચૂંટણીમાં બધી વિપક્ષી પાર્ટી ગઠબંધન કરીને મેદાનમાં ઉતરશે તો જ ભાજપના સુપડા સાફ કરી શકીશું. આજે આઝાદીની લડાઈના ઈતિહાસને બદલવાના પ્રયત્નો થઇ રહ્યા છે. બધા જ ધર્મ અને જાતિના લોકોને સાથે લઈને ચાલવું પડશે.
આ પણ વાંચો : નીતીશ કુમારે ગઠબંધનને લઈને આપ્યું નિવેદન, “મરવું મંજૂર છે પણ ભાજપ સાથે જોડાવું નહી”
બધા ગઠબંધન કરીશું તો ભાજપ 100ની નીચે રહેશે
નીતિશ કુમારે જણાવ્યું કે અમે તો ઇન્તજાર કરીએ છીએ. અમે દિલ્હી જઈને બંનેને (રાહુલ અને સોનિયા) મળ્યાં હતા. સલમાન ખુર્શીદને કહ્યું કે તમારા માધ્યમથી કોંગ્રેસ નેતૃત્વને અપીલ છે કે આપણે બધા એક થઇશું તો ભાજપ આવનાર લોકસભા ચૂંટણીમાં 100નો આંકડો પાર નહી કરી શકે. બિહારમાં વિપક્ષીય પાર્ટીઓ એક થઈને લડે છે.
સ્થાનિક પાર્ટીઓને ડ્રાઈવિંગ સીટ પર આવવા દે કોંગ્રેસ: તેજસ્વી
નીતિશ કુમાર સાથે તેજસ્વી યાદવે પણ કહ્યું કે કોંગ્રેસ સ્થાનિક પાર્ટીઓને ડ્રાઈવિંગ સીટ પર આવવા દે. જ્યાં ભાજપ સાથે સીધી લડાઈ છે ત્યાં કોંગ્રેસ ટક્કર લે. કોંગ્રેસે હવે વિલંબ ન કરવો જોઈએ.
આ પણ વાંચો : નીતીશ કુમારે ફરી એકવાર કહ્યું, હું નથી વડાપ્રધાન પદનો ઉમેદવાર, વિપક્ષે પણ ભર્યો હુંકાર
ઘણા વિપક્ષીય નેતા સામેલ
CPI-MLનું નેશનલ કન્વેન્શન પટના SKM હોલમાં આયોજન કરેલ છે. CPI-MLના રાષ્ટ્રીય મહાસચિવ દીપાંકર ભટ્ટચાર્યએ આ કન્વેન્શનમાં વિપક્ષીય પાર્ટીઓને એક કરવા માટે અન્ય પાર્ટીઓને પણ આમંત્રણ આપ્યું હતું. વિપક્ષ તરફથી CM નીતિશ કુમાર, ડેપ્યુટી CM તેજસ્વી યાદવ, કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ, JDU અધ્યક્ષ લલન સિંહ સહિત દિગ્ગજ નેતાઓ સામેલ હતા.
નીતિશ કુમારના નિવેદન ગિરિરાજ સિંહ બોલ્યા
નીતિશ કુમારના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે બિહારના ઉધારના તેલથી પોતાના દિવા રોશન કરે છે. તે શું ભારતને સારા દિવસો બતાવશે. 17 વર્ષમાં બિહારનો વિકાસ નથી થયો અને નીતિશ કુમાર એક મહિનામાં સમાધાન શોધે છે. એમના શાસનમાં રાજ્યનો વિકાસ થયો નથી અને પ્રધાનમંત્રી માટે ગઢબંધનના પ્રયત્નો કરી રહ્યા છે.