ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

નીતીશ કુમાર રેડ્ડીના પિતા મહાન સુનીલ ગાવસ્કરના પગે પડ્યા! મેલબોર્નમાં હૃદયદ્રાવક ક્ષણ; જૂઓ વીડિયો

Text To Speech
  • ગાવસ્કર સાથે રેડ્ડી પરિવારની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

મેલબોર્ન, 29 ડિસેમ્બર: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ રમાઈ રહી છે. મેચના ચોથા દિવસે મેલબોર્નમાં ઈમોશનલ સીન જોવા મળ્યો હતો. ટેસ્ટ સદી ફટકારનાર નીતિશ કુમાર રેડ્ડીના પિતા મુત્યલા રેડ્ડીએ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરના ચરણ સ્પર્શ કર્યા હતા. ગાવસ્કર સાથે રેડ્ડી પરિવારની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગાવસ્કરે ભાવનાત્મક રીતે નીતિશના પિતાને ગળે લગાવ્યા. આ દરમિયાન નીતિશની માતા અને બહેન પણ ત્યાં હાજર હતા.

જૂઓ વાયરલ વીડિયો

 

ગાવસ્કરે નીતીશના પિતાના સંઘર્ષની પ્રશંસા કરતા કહ્યું કે, ભારતીય ક્રિકેટને તેમના બલિદાનથી હીરો મળ્યો છે. નીતિશે ત્રીજા દિવસે શાનદાર સદી ફટકારીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું.

સુનીલ ગાવસ્કર પણ ભાવુક થઈ ગયા

નીતિશ કુમાર રેડ્ડીએ સદી ફટકાર્યા પછી, તેમનો પરિવાર સુનિલ ગાવસ્કર અને રવિ શાસ્ત્રી જેવા દિગ્ગજોને મળ્યો હતો. આ દરમિયાન ગાવસ્કરે કહ્યું કે, તેઓ નીતિશના પિતાના સંઘર્ષને જાણે છે. ટેસ્ટમાં 10,000 રન બનાવનાર વિશ્વના પ્રથમ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે કહ્યું, ‘અમે જાણીએ છીએ કે તેમણે કેટલું બલિદાન આપ્યું છે. ઘણો સંઘર્ષ કર્યો છે. તમારા કારણે હું રડી રહ્યો છું. તમારા કારણે ભારતને હીરો મળ્યો છે, ભારતીય ક્રિકેટને હીરો મળ્યો છે.

નીતિશે શનિવારે મેલબોર્નમાં ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે શાનદાર સદી ફટકારીને ચર્ચા બનાવી હતી. તેમણે ભારતને મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઉગાર્યું હતું. રેડ્ડી પરિવાર મેલબોર્ન ટેસ્ટ મેચ જોવા ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. જ્યારે નીતીશ કુમાર રેડ્ડી ટીમને નિરાશ ન કરી અને આ પ્રવાસની તેની શ્રેષ્ઠ ઇનિંગ રમી. તેની સદી અને વોશિંગ્ટન સુંદર સાથે આઠમી વિકેટ માટે 127 રનની ભાગીદારી ભારતને મેચમાં પરત લાવી. એક સમયે ભારતનો સ્કોર 7 વિકેટે 221 રન હતો, પરંતુ દિવસની રમત પૂરી થાય ત્યાં સુધીમાં ભારતે 9 વિકેટે 358 રન બનાવી લીધા હતા.

આ પણ જૂઓ: જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, સૌથી ઝડપી 200 વિકેટ લેનાર ભારતીય બન્યો

Back to top button