VIDEO: નીતિશ કુમારને આ શું થયું છે? ચાલું કાર્યક્રમમાં મુસ્લિમ મહિલા સાથે કરી વિચિત્ર હરકત

પટના, 16 ડિસેમ્બર 2025: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર તેમની વિચિત્ર હરકતને લઈ ચર્ચામાં આવ્યા છે. આ ઘટના નવા નિયુક્ત આયુષ ડોક્ટરોને નિમણૂક પત્ર વિતરણ સમારોહ દરમિયાન બની હતી. તેમણે બુરખો પહેરેલી મુસ્લિમ મહિલા ડોક્ટરના ચહેરા પરથી હિજાબ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ હાજર રહેલા તમામ નેતાઓ અને અધિકારીઓને ક્ષણિક રીતે સ્તબ્ધ કરી દીધા હતા.
કાર્યક્રમ દરમિયાન શું બન્યું?
સોમવારે, પટણામાં નવા નિયુક્ત આયુષ ડોક્ટરોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. જ્યારે હિજાબ પહેરેલી એક મુસ્લિમ મહિલા ડોક્ટર પોતાનો નિમણૂક પત્ર લેવા માટે સ્ટેજ પર મુખ્યમંત્રી નીતિશ કુમાર પાસે પહોંચી, ત્યારે ઘટનાએ અણધાર્યો વળાંક લીધો. નિમણૂક પત્ર સોંપતા પહેલા, મુખ્યમંત્રી નીતિશ કુમારે અચાનક મહિલાના ચહેરા પરથી હિજાબ દૂર કરવાનો પ્રયાસ કર્યો. આ કાર્યવાહીથી સ્ટેજ પર હાજર તમામ નેતાઓ, અધિકારીઓ અને લોકો ક્ષણિક રીતે સ્તબ્ધ થઈ ગયા. સ્ટેજ પાછળ ઉભેલા નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો અને મુખ્યમંત્રીને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં મુખ્યમંત્રી મહિલાના ચહેરા પરથી હિજાબ દૂર કરી ચૂક્યા હતા.
यह क्या हो गया है नीतीश जी को?
मानसिक स्थिति बिल्कुल ही अब दयनीय स्थिति में पहुंच चुकी है या नीतीश बाबू अब 100% संघी हो चुके हैं?@yadavtejashwi #RJD #bihar #TejashwiYadav pic.twitter.com/vRyqUaKhwm— Rashtriya Janata Dal (@RJDforIndia) December 15, 2025
RJD એ પ્રહાર કર્યા
આ ઘટના બાદ, બિહારના મુખ્ય વિપક્ષી પક્ષ, રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો ઉલ્લેખ કરતા, RJD એ મુખ્યમંત્રીની માનસિક સ્થિતિ અને રાજકીય પ્રામાણિકતા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા. RJD એ તેની સત્તાવાર પોસ્ટમાં પૂછ્યું, “નીતીશ જીને શું થયું છે? શું તેમની માનસિક સ્થિતિ દયનીય સ્થિતિમાં પહોંચી ગઈ છે, કે પછી નીતિશ બાબુ હવે 100% સંઘી બની ગયા છે?”
આ પણ વાંચો: 66 દિવસમાં 84 મેચ રમાશે: IPL 2026 શરુ થવાની તારીખ આવી ગઈ, ફાઈનલ આ દિવસે રમાશે












