ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

નીતિશ ભારદ્વાજની પત્નીએ કિડનેપિંગના આક્ષેપને ઠુકરાવ્યો, કહ્યું દીકરીઓ પિતાને મળીને ટ્રોમામાં

Text To Speech
  • નીતિશે કહ્યું હતું કે સ્મિતા તેમને મેન્ટલ ટોર્ચર કરી રહી છે અને દીકરીઓને કિડનેપ કરીને રાખી છે. હવે સ્મિતાનું કહેવું છે કે નીતિશ દીકરીઓના ટચમાં છે અને લેન્ડલાઈન ફોન પર વાત પણ કરે છે.

ભોપાલ, 20 ફેબ્રુઆરીઃ મહાભારત ફેમ નીતિશ ભારદ્વાજના આક્ષેપોને પત્ની સ્મિતાએ ખોટા ગણાવ્યા છે. સ્મિતા આઈએએસ ઓફિસર છે. નીતિશે કહ્યું હતું કે સ્મિતા તેમને મેન્ટલ ટોર્ચર કરી રહી છે અને દીકરીઓને કિડનેપ કરીને રાખી છે. હવે સ્મિતાનું કહેવું છે કે નીતિશ દીકરીઓના ટચમાં છે અને લેન્ડલાઈન ફોન પર વાત પણ કરે છે. સ્મિતા અને નીતિશ વચ્ચે ફેમિલી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

સ્મિતાએ કહ્યું ખોટો છે આક્ષેપ

સ્મિતા ભારદ્વાજ ભોપાલમાં એડિશનલ ચીફ સેક્રેટરીના પદ પર છે. તેણે ગઈકાલે નીતિશના આક્ષેપો સામે સ્ટેટમેન્ટ જારી કર્યું છે અને જણાવ્યું કે 11 ફેબ્રુઆરીએ નીતિશે જે પોલીસ ફરિયાદ કરી અને 14મી તારીખે ભોપાલમાં પ્રેસ કોન્ફરન્સમાં જે કહેવામાં આવ્યું તે બધુ પાયા વગરનું છે.

નીતિશ ભારદ્વાજની પત્નીએ કિડનેપિંગના આક્ષેપને ઠુકરાવ્યો, કહ્યું દીકરીઓ પિતાને મળીને ટ્રોમામાં hum dekhenge news

નીતિશ છે બાળકીઓના ટચમાં

સ્મિતાએ કહ્યું કે તેમનો દાવો છે કે મેં માઈનોર જુડવા દીકરીઓને કિડનેપ કરી છે અને તેમનો સંપર્ક પૂરો થઈ ચુક્યો છે. આ દાવો પાયા વગરનો છે. નીતિશ 17 ફેબ્રુઆરી અને 2 જાન્યુઆરીએ દીકરીઓને પુણેમાં મળ્યા હતા. 2022થી તેઓ લેન્ડ લાઈન ફોન પર પણ સતત દીકરીઓના સંપર્કમાં છે. નીતિશ ફેમિલિ કોર્ટમાં કહી ચૂક્યા છે કે તે દીકરીઓ સાથે લેન્ડલાઈન નંબર પર વાત કરી ચૂક્યા છે.

ડરી ગઈ છે દીકરીઓ

સ્મિતાએ સ્ટેટમેન્ટમાં લખ્યું છે કે 17 ફેબ્રુઆરીના રોજ નીતિશ ફેમિલિ ફ્રેન્ડ અને પોલીસ અધિકારીઓ સાથે દીકરીઓને મળ્યા હતા. તે મુલાકાત 30 મિનિટ સુધી ચાલી હતી. દીકરીઓની આંખમાં આંસુ હતા. આ મુલાકાત પછી તે ટ્રોમામાં આવી ગઈ છે. દીકરીઓએ નીતિશને કહ્યું કે તેમના વિશે મીડિયામાં કોઈ નિવેદન ન આપે, જેના કારણે તે ટ્રોમામાં આવી રહી છે. કોઈ પણ બાળક પોતાના માતા-પિતા વચ્ચે થતા ઝઘડાને પબ્લિક ફોરમમાં જોવા ઈચ્છતું નથી.

આ પણ વાંચોઃ રકુલ પ્રીત-જેકીના લગ્ન માટે બોલિવૂડ કપલ્સ ગોવા રવાના, જુઓ ફોટોઝ

Back to top button