નીતિશ અને તેજસ્વી એક જ ફ્લાઇટમાં દિલ્હી ગયા: સરકાર રચવા માટે NDA-INDIAમાં હલચલ
- લોકસભા ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર થતાં હવે દિલ્હીમાં નવી સરકાર બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા
નવી દિલ્હી, 5 જૂન: લોકસભા ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે અને હવે દિલ્હીમાં નવી સરકાર બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. આજે બુધવારે દિલ્હીમાં NDAની બેઠક યોજાઈ રહી છે ત્યારે વિપક્ષ INDIA બ્લોક પણ તેની મહત્ત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યું છે. NDAની બેઠકમાં ભાગ લેવા માટે CM નીતિશ કુમાર થોડા સમય પછી દિલ્હી પહોંચી રહ્યા છે અને INDIA બ્લોકની બેઠકમાં ભાગ લેવા માટે તેજસ્વી યાદવ પણ દિલ્હી પહોંચી રહ્યા છે. બંને નેતાઓ એક જ ફ્લાઈટમાં દિલ્હી આવી રહ્યા છે.
મહત્ત્વપૂર્ણ છે કે, RJD નેતા તેજસ્વી યાદવ પણ સવારે 10:40 વાગ્યે એ જ વિસ્તારાની ફ્લાઈટ UK-718 દ્વારા દિલ્હી પહોંચી રહ્યા છે જેમાં નીતિશ કુમાર દિલ્હી આવી રહ્યા છે. CM નીતિશ કુમાર દિલ્હીમાં NDAની બેઠકમાં ભાગ લેશે. તેજસ્વી સાંજે INDI ગઠબંધનની બેઠકમાં ભાગ લેશે. TDP અને JDU આજે બુધવારે દિલ્હીમાં ભાજપને સમર્થન પત્રો સોંપશે અને ત્યાર બાદ NDA આગામી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
NDA-INDIA એક જ ફ્લાઇટમાં, કિંગમેકર શું કરશે? જુઓ વીડિયો
View this post on Instagram
ગિરિરાજનો ટોણો
INDI ગઠબંધન દ્વારા નીતિશ કુમારને આપવામાં આવી રહેલી કથિત ઓફર પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજે કટાક્ષ કરતા કહ્યું હતું કે, ‘ અમારું 400 પારનું સૂત્ર હતું. ટુકડે ટુકડે ગેંગને જે સીટ મળી છે તે 231 છે અને ભાજપને એકલાને 244 મળી છે… તેઓ નીતિશજીને તેજસ્વી યાદવ માટે આમંત્રણ આપી રહ્યા છે. બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના પરિણામો અપેક્ષાઓથી વિપરીત હોવાથી તેની સમીક્ષા કરવામાં આવશે. નરેન્દ્ર મોદીની સરકારે સમગ્ર દેશમાં વિકાસના કામો કર્યા છે પરંતુ અપેક્ષા મુજબના પરિણામો આવ્યા નથી.”
બિહારમાં NDAને 30 સીટો મળી
ઉલ્લેખનીય છે કે, બિહારમાં લોકસભાની 40 બેઠકોમાંથી જનતા દળ યુનાઈટેડ (JDU) અને ભારતીય જનતા પાર્ટી (BJP)ને 12-12 બેઠકો મળી છે, જ્યારે NDAની સહયોગી લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ને 5 અને હિન્દુસ્તાની અવમ મોરચા (એસ)ને એક બેઠક મળી છે. જ્યારે લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ (RJD)ને 4 બેઠકો મળી છે. આ ઉપરાંત કોંગ્રેસને ત્રણ અને ડાબેરી પક્ષને બે બેઠકો મળી છે. પૂર્ણિયા સીટ અપક્ષ પપ્પુ યાદવના ફાળે ગઈ છે.
આ પણ જુઓ: મેલોનીથી મુઇઝઝૂ સહિત કોણે-કોણે PM મોદીને સતત ત્રીજી જીત પર પાઠવી શુભકામનાઓ? જાણો