ઉત્તર ગુજરાતગુજરાત

નીતિન પટેલે કહ્યું, CM ભૂપેન્દ્રભાઈ પાસે હસતા રહેવાનો જાદુ છે, ગુસ્સો અપાવે તેને ઈનામ આપુ

Text To Speech

ઊંઝા, 11 સપ્ટેમ્બર 2024, કડવા પાટીદારના કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિરે મા ઉમિયા ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધજા મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સાંસદ હરિ પટેલ, ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ બાબુ પટેલ સહિતના હોદેદારો, દાતાઓ અને મોટી સંખ્યામાં પટેલ સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. તેઓએ ધજાની પૂજા અર્ચના કરી કરી હતી તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

CMને મળવા ગયા અને હસતા મોઢે બહાર આવ્યા
શ્રી ઉમિયા માતાજીના મંદિરે ધજા મહોત્સવ દરમિયાન પૂર્વે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા તેમજ નીતિન કાકાએ ભૂપેન્દ્ર પટેલને લઈ ઇનામની જાહેરાત પણ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે જાદુ છે. તેમને કોઈ મળે તો હસતા મોઢે બહાર આવે છે. તેમને કોઈ ગુસ્સો અપાવે તો તેને હું ઈનામ આપીશ. ડોકટરોની હડતાળ હતી તે પણ સમેટી લીધી છે. ડોક્ટરો સ્ટાઈપેન્ડની માગને લઈને CMને મળવા ગયા અને હસતા મોઢે બહાર આવ્યા હતા. ગમે તેવી સ્થિતિમાં ભૂપેન્દ્રભાઈ હસતા હોય છે.

કાપડની થેલીના વેન્ડિંગ મશીનનું ઉદ્ધાટન
ઊંઝાના નિજ મંદિરમાં જગત જનની મા ઉમિયાના પ્રાગટ્યના 1868 વર્ષની ઉજવણી નિમિતે ધજા મહોત્સવનું આગામી તા. 12થી 18 સપ્ટેમ્બર 2024ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે ઉમિયા માતાજી મંદિરે આવી પહોંચ્યા હતા. જ્યાં ઉમિયા માતાજીની પૂજા-અર્ચના, આરતી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા CM ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્લાસ્ટિક મુક્ત ઉમિયા માતાજી મંદિર અંતર્ગત કાપડની થેલીના વેન્ડિંગ મશીનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃપાલનપુરમાં તૈયાર છે ભારતનો બીજા નંબરનો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ, 12મી સપ્ટેમ્બરે લોકાર્પણ

Back to top button