નીતિન પટેલ ભાજપના થયા, કોંગ્રેસના નેતાઓ માટે કાળી ચૌદશે કમલમ્ ખુલ્યું
વર્ષ 2017મા નારાણપુર વિધાનસભામા કોંગ્રેસના ઉમેદવાર રહી ચુકેલ કોંગ્રેસના નીતિન પટેલ ભાજપમાં જોડાયા છે. તેમજ અમદાવાદ શહેર કોંગ્રેસના 40 જેટલા હોદ્દેદારો પણ ભાજપ આવતા ભાજપમા ફરીથી ભરતીમેળો શરૂ થયો છે. દિવાળીના તહેવારોમા ધનતેરસ બાદ રવિવારે કાળી ચૌદશની રજાના દિવસે પણ ભાજપ હેડ ક્વાર્ટર શ્રી કમલમ કોંગ્રેસના નેતાઓ માટે ખુલ્લુ રહ્યુ હતુ.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજનીતિમાં ‘કમો’ છવાયો
કોંગ્રેસ દિગ્ગજ નેતાઓ પક્ષપલટો કરશે
અમદાવાદ શહેર કોંગ્રેસના 40 જેટલા હોદ્દેદારોને ભાજપનો ખેસ અને કમળછાપ ટોપી પહેરાવીને સ્વાગત કરાયુ હતુ. જેમા વર્ષ 2017ની ચૂંટણીમા કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ મંત્રી કૌશિક પટેલ સામે હારનો સામનો કરનારા નીતિન પટેલનો પણ સમાવેશ થાય છે. કોબા સ્થિત પ્રદેશ કાર્યાલયમા ભાજપના હોદ્દેદારોએ કોંગ્રેસના નેતાઓને પક્ષમા સામેલ કર્યા હતા. ગુજરાતમાં ચૂંટણી પહેલા પક્ષપલટો જોવા મળી રહ્યો છે. જેનું સૌથી વધુ નુકશાન કોંગ્રેસમાં થતું હોય તેવું જોવા મળી રહ્યું છે. ઘણા કોંગ્રેસ દિગ્ગજ નેતાઓ હાલ પક્ષપલટો અથવા રાજીનામાં તરફ વળી રહ્યા છે. જેમાં વધુ એક નામ ઉમેરાયું છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અમિત શાહે વડોદરામાં ટિકિટ બાબતે પત્તા ખોલ્યા
જાણો કોણ છે નીતિન પટેલ
નીતિન પટેલ 2017માં કોંગ્રેસના નારણપુરા વિધાનસભાથી ચૂંટણી લડ્યાં હતા. જ્યાં તેઓને 41 હજાર મત મળ્યાં હતા. આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ કોંગ્રેસના આગેવાન નીતિન પટેલે રાજીનામું આપીને કોંગ્રેસને પડતા પર પાટું માર્યું જેવી હાલત કરી છે. કોંગ્રેસમાં હજુ ઉમેદવારોની પહેલી યાદી જાહેર થાય તે પહેલા જ ગુજરાત કોંગ્રેસને મોટો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટ પ્રદેશના પુર્વ મંત્રી નીતિન પટેલે રાજીનામું આપીને ખળભળાટ મચાવી દીધો છે.