નીતિન નબીન બન્યા BJP ના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, PM મોદીની હાજરીમાં ઔપચારિક જાહેરાત

નીતિન નબીન ભારતીય જનતા પાર્ટીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. આજે દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ખાતે આયોજિત એક સમારોહમાં તેમના નામની ઔપચારિક જાહેરાત કરવામાં આવી અને તેમને ઔપચારિક રીતે આ પદ સોંપવામાં આવ્યું. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને જેપી નડ્ડા, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય ભાજપ પ્રમુખો અને સંગઠન મંત્રીઓ હાજર રહ્યા હતા. ગૃહ મંત્રાલય દ્વારા નીતિન નબીનને Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.
लाइव देखें: भारतीय जनता पार्टी संगठन पर्व। https://t.co/Oet02DapT3
— BJP (@BJP4India) January 20, 2026
નબીને મંદિરો અને ગુરુદ્વારાઓમાં માથું ટેક્યુ
જણાવી દઈએ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનુ પદ સંભાળતા પહેલા, નીતિન નબીન સવારે મંદિરો અને ગુરુદ્વારામાં ગયા હતા. ત્યાં તેમણે પ્રાર્થના કરી આશીર્વાદ લીધા. નીતિન નબીન પહેલા સવારે 8 વાગ્યે દિલ્હીના ઝાંડેવાલન મંદિરમાં ગયા અને પછી આશીર્વાદ લેવા માટે વાલ્મીકિ મંદિર ગયા હતા. ત્યારબાદ તેમણે કનોટ પ્લેસના હનુમાન મંદિરમાં પુજા કરી અને પછી બંગલા સાહિબ ગુરુદ્વારા ગયા હતા.
#WATCH | Delhi: BJP National Working President Nitin Nabin offers prayers at the Gurudwara Bangla Sahib in Delhi
He is set to take charge as the BJP national president today pic.twitter.com/npar7cwZq2
— ANI (@ANI) January 20, 2026
નીતિનના સમર્થનમાં 37 ઉમેદવારીપત્રો દાખલ થયા
ચૂંટણી અધિકારી લક્ષ્મણે જણાવ્યું કે નીતિન નબીનને શરૂઆતમાં કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ગઈકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે તેમણે પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. જેપી નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ગૃહ પ્રધાન અમિત શાહ તેમના પ્રસ્તાવક બન્યા. અન્ય કોઈ ઉમેદવારીપત્રો દાખલ ન થયા હોવાથી, તેમને સાંજે બિનહરીફ પ્રમુખ જાહેર કરવામાં આવ્યા. નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માટે 37 ઉમેદવારીપત્રો દાખલ કરવામાં આવ્યા હતા. 45 વર્ષની ઉંમરે, નબીન ભાજપના 12મા પ્રમુખ અને પક્ષના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના પ્રમુખ બનશે. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે.
#WATCH | Delhi: BJP National Working President Nitin Nabin offers prayers at the Hanuman Mandir located in the Connaught Place area
He is set to take charge as the BJP national president today pic.twitter.com/QbyN6gzVF7
— ANI (@ANI) January 20, 2026
નીતિન નબીન સૌથી નાની ઉંમરના પ્રમુખ
નીતિન નબીન ભાજપના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના પ્રમુખ છે. પાર્ટીમાં ઘણા વરિષ્ઠ મંત્રીઓ અને સભ્યો છે જે તેમના કરતા મોટી ઉંમરના છે, જેમને પહેલાથી જ સૂચના આપવામાં આવી છે કે તેઓ નીતિન નબીનને તેમની ઉંમરના આધારે જજ ના કરે, પરંતુ તેમની સાથે વ્યવહાર કરતી વખતે તેમના પદ અને પદના પ્રોટોકોલનું પાલન કરે.
આ પણ વાંચો: પ્રેમી સાથે કઢંગી હાલતમાં પત્નીને જોઈ ગયો પતિ, બાદમાં બંનેના લગ્ન કરાવી દીધા












