ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નીતિન ગડકરી સરહદે સૌથી ઊંચો ત્રિરંગો ફરકાવ્યો, જાણો કેટલી છે ઊંચાઈ

Text To Speech
  • અટારી ખાતે 418 ફૂટ ઊંચાઈનો ત્રિરંગો લહેરાયો
  • ધ્વજ પાછળ 305 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો
  • અગાઉ કર્ણાટકમાં સૌથી ઊંચો ધ્વજ આકાશમાં લહેરાતો  હતો

અમૃતસર: કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે અમૃતસરમાં દેશનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. ICP અટારી ખાતે ત્રિરંગો લહેરાવ્યો છે જેની ઊંચાઈ 418 ફૂટ છે જે પાકિસ્તાન સુધી દેખાશે. અટારી બોર્ડર પર લહેરાવવામાં આવનાર ધ્વજ પાછળ 305 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ધ્વજ ગોલ્ડન જ્યુબિલી ગેટની સામે લગાવવામાં આવ્યો છે.આ પહેલા કર્ણાટકમાં દેશનો સૌથી ઉંચો ધ્વજ આકાશમાં લહેરાતો  હતો.

એક રિપોર્ટ મુજબ અગાઉ, ભારતે 2017માં 360 ફૂટ ઊંચો ધ્વજ લગાવ્યા બાદ તે જ વર્ષે પાકિસ્તાને તેની સરહદ પર 400 ફૂટ ઊંચો ધ્વજ ધ્વજ ફરકાવ્યો હતો. પાકિસ્તાન દ્વારા ધ્વજ ફરકાવવાને કારણે બંને દેશો વચ્ચે ઘણો વિવાદ થયો હતો. એવું કહેવાય છે કે પાકિસ્તાની ધ્વજ પોલ પર કેમેરા લગાવ્યા છે, જેના પર પાકિસ્તાન ભારતીય સરહદની અંદર કેટલાય કિલોમીટર સુધી નજર રાખી શકે છે. હાલમાં NHAI એ નવા ધ્વજ પોલના ઉદ્ઘાટન માટે લગભગ પાંચ રાષ્ટ્રીય ધ્વજ રાખ્યા છે. જેની લંબાઈ અને પહોળાઈ 120×80 ફૂટ છે. દરેક ત્રિરંગાનું વજન 90 કિલો છે.

નીતિન ગડકરીએ તેમના અમૃતસર પ્રવાસ દરમિયાન ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લીધી અને શીશ ઝુકાવ્યું. તેમણે કહ્યું કે, આવનારા સમયમાં આપણા ભારતીયો સારું અને સુખી જીવન જીવે અને દરેકનું કલ્યાણ થાય. દેશ પ્રગતિની દિશામાં આગળ વધે એ માટે મેં પ્રાર્થના કરી છે.આ ઉપરાંત તેમણે દિલ્હી કટરા નેશનલ હાઈવેનું નિરીક્ષણ પણ કર્યું હતું.

આ પણ વાંચો: શું તમે જાણો છો ભારતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજ વિશે?

Back to top button