જે મારી સામે જાતીની વાત કરશે, તેને લાત મારીશ: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહી દીધી મોટી વાત


નાગપુર, 17 માર્ચ 2025: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. નાગપુરમાં એક દીક્ષાંત સમારંભ દરમ્યાન રોડ અને ટ્રાંસપોર્ટ મંત્રીએ કહ્યું કે જે જાતીની વાત કરશે, તેને લાત મારીશ.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક અલ્પસંખ્યક સંસ્થાના દીક્ષાંત સમારંભ દરમ્યાન ડો. કલામના વખાણ કરતા કહ્યું કે, અબ્દુલ કલામ આઝાદ જ્યારે ન્યૂક્લિયર સાયન્ટિસ્ટ બન્યા અને તેણે એવું કામ કર્યું કે કલામ સાહેબનું નામ આપણા દેશમાં જ નહીં પણ વિશ્વમાં તમામ લોકો પાસે પહોંચ્યું. આજે તેમને દુનિયાના તમામ લોકો જાણે છે.
જાતિ, ધર્મથી કોઈ માણસ મોોટ હોતો નથી
તેમણે કહ્યું કે, એટલા માટે હું એક વાત પર વિશ્વાસ ધરાવું છે કે, કોઈ પણ વ્યક્તિ તેની જાત, પંથ, ધર્મ, ભાષા અને લિંગથી મોટો હોતો નથી, પણ તેનો ગુણોથી મોટો હોય છે અને એટલા માટે આપણે કોઈ પણ માણસને આ વસ્તુઓના આધાર પર પ્રતાડિત ન કરવા જોઈએ.
નીતિન ગડકરીએ કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે, હું તો રાજકારણમાં છું, અહીં તો ઘણી વાતો એવી થાય છે એટલા માટે મેં કહ્યું છે કે, આ વસ્તુઓને લઈને ક્યારેય ભેદભાવ નહીં કરું. હું મારી રીતે ચાલીશ અને જેને વોટ આપવા હોય તે આપે, જેને ન આપવા હોય તેની મરજી.
જે જાતીની વાત કરશે, તેને લાત મારીશ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, મને ઘણી જાતીના લોકો મળે છે, મેં લગભગ 50,000 લોકોની વચ્ચે કહી દીધું છે કે, જે જાતીની વાત કરશે, તેને હું લાત મારીશ. તેમણે આગળ કહ્યું કે, આ નિવેદન બાદ મને કેટલાય મંત્રીઓએ કહ્યું કે, આવું નિવેદન આપીને તમે ઘણું નિકસાન કર્યું છે, પણ મેં કહી દીધું જે થવું હશે તે થાય.
ચૂંટણીને લઈને નિતિન ગડકરીએ કહ્યું કે, જો કોઈ ચૂંટણી ન જીતે તો તેનાથી મરી થોડા જાય છે. હું મારા નિયમો પર અડગ રહીશું અને વ્યક્તિગત જીવનમાં પણ તેનું આચરણ કરીશ.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ભારત ફરી બન્યું ચેમ્પિયન: વેસ્ટઈંડિઝને 6 વિકેટે હરાવી ઈન્ટરનેશનલ માસ્ટર લીગ જીતી