અંબાણી પરિવારમાં ખુશીઓનો માહોલ, વહુ શ્લોકા મહેતાનું બેબી શાવર


અંબાણી પરિવારની મોટી વહુ એટલે કે આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા બહુ જલ્દી બીજી વખત માતા બનવા જઈ રહી છે. તેની બેબી શાવર સેરેમની પૂરી થઈ હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરોમાં શ્લોકા તેના મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ શ્લોકાના લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે.
મિત્રોએ શ્લોકા મહેતાની બેબી શાવર પાર્ટીનું આયોજન કર્યું
View this post on Instagram
મુકેશ અંબાણી-નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની વહુ શ્લોકા મહેતાના બેબી શાવર ફંક્શનનું આયોજન તેમના મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું, જે ખૂબ જ ભવ્ય હતું. તેની તસવીરો આકાશ અંબાણીના ઈન્સ્ટાગ્રામ ફેન પેજ પર શેર કરવામાં આવી છે. આ ફંક્શનમાં શ્લોકાના તમામ ખાસ મિત્રોએ ભાગ લીધો હતો. શ્લોકા મહેતા તેના બેબી શાવર પાર્ટીમાં ગુલાબી આઉટફિટ અને માથા પર ફૂલોનો તાજ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે.

શ્લોકા પિંક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી
મિત્રો સાથે પોઝ આપવા ઉપરાંત શ્લોકા મહેતા એક તસવીરમાં પેઇન્ટિંગ કરતી પણ જોવા મળી રહી છે. શ્લોકાની આ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. જણાવી દઈએ કે શ્લોકા મહેતા અને આકાશ અંબાણીની આ બીજી બેબી છે. આ પહેલા બંને એક પુત્રના માતા-પિતા છે. જેનું નામ પૃથ્વી આકાશ અંબાણી છે.
આ રીતે શ્લોકાની બીજી પ્રેગ્નન્સીનો ખુલાસો થયો
શ્લોકા મહેતાની બીજી પ્રેગ્નેન્સી નીતા મુકેશ અંબાણીના કલ્ચરલ સેન્ટરના ગ્રાન્ડ લોન્ચ ઈવેન્ટ દરમિયાન જાહેર થઈ હતી. જ્યારે તે ગોલ્ડન સાડીમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ પછી શ્લોકાએ પ્રેગ્નન્સી ફોટોશૂટ પણ કરાવ્યું હતું. જેમાં તે ટુ પીસ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. શ્લોકાની આ તસવીરો પણ ખૂબ વાયરલ થઈ હતી.