નીતા અંબાણીએ 61 વર્ષની ઉંમરે મહિલાઓેને શીખવ્યા યોગા, શેર કર્યુ ફિટનેસ સીક્રેટ!

- નીતા અંબાણી 61 વર્ષની ઉંમરે પણ ખૂબ જ ફિટ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર નીતા અંબાણીએ યોગનો વીડિયો બનાવીને મહિલાઓને અભિનંદન આપ્યા
HD ન્યુઝ ડેસ્કઃ નીતા અંબાણી કળા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે જાણીતા છે. બોલિવૂડની રંગીન દુનિયાથી લઈને ક્રિકેટ સુધી, નીતા અંબાણી દરેક જગ્યાએ યોગદાન આપતા રહે છે. કળા પ્રત્યે ખાસ સમર્પિત નીતા અંબાણી યોગમાં પણ નિપુણ છે. તાજેતરમાં નીતા અંબાણીનો યોગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના X એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં નીતા અંબાણી લોકોને યોગ આસનો અને તેના ફાયદાઓ વિશે જણાવતા જોવા મળે છે.
61 વર્ષની ઉંમરે ફિટનેસ ગોલ જણાવ્યા
નીતા અંબાણી 61 વર્ષની ઉંમરે પણ ખૂબ જ ફિટ છે અને ઘણીવાર ગ્લેમરસ ઈવેન્ટ્સમાં જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર નીતા અંબાણીએ યોગનો વીડિયો બનાવીને મહિલાઓને અભિનંદન આપ્યા હતા. વીડિયો પોસ્ટ કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે લખ્યું, ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે 61 વર્ષની ઉંમરે પણ અણનમ, શ્રીમતી નીતા અંબાણી તેમની પ્રેરણાદાયી ફિટનેસ યાત્રા શેર કરે છે અને તમામ ઉંમરની મહિલાઓને તેમના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપવા આમંત્રણ આપે છે.’ તેમના સમર્પિત વર્કઆઉટ રૂટિન દ્વારા, તે આપણને જણાવે છે કે ઉંમર માત્ર એક નંબર છે. #StrongHERMovementમાં જોડાઓ અને દરરોજ મજબૂત બનો. આ વીડિયો પર લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે અને નીતા અંબાણીની પ્રશંસા કરી છે.
Unstoppable at 61! This International Women’s Day, Mrs. Nita Ambani shares her inspiring fitness journey and invites women of all ages to prioritize their health and wellbeing. With her dedicated workout routine, she shows us that age is just a number. Join the #StrongHERMovement… pic.twitter.com/CyhfT1zm9r
— Reliance Industries Limited (@RIL_Updates) March 8, 2025
મહિલાઓને આપ્યો ફિટનેસ મંત્ર
નીતા અંબાણીએ યોગ આસનોની સાથે મહિલાઓ માટે ફિટનેસ મંત્ર પણ આપ્યો છે. નીતા અંબાણીએ કહ્યું કે 30 વર્ષની ઉંમર પછી, સ્ત્રીઓ દર દાયકામાં લગભગ ત્રણથી આઠ ટકા માંસપેશીઓ ગુમાવે છે અને ઉંમર સાથે તે વધુ વધે છે. આપણે માંસપેશીઓ, હાડકાની ઘનતા, સંતુલન, ગતિશીલતા અને શક્તિ ગુમાવીએ છીએ. આપણું ચયાપચય અને સહનશક્તિ ઘટે છે. આ ફેરફારો મહિલાઓ માટે સક્રિય અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનું વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છે. આ વીડિયોમાં નીતા અંબાણીએ મહિલાઓને ફિટનેસનો મંત્ર પણ આપ્યો છે. નીતા અંબાણીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો નીતા અંબાણીના ફિટનેસ પ્રત્યેના સમર્પણની પણ પ્રશંસા કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ TATA ગ્રૂપ લાવી રહ્યા છે વધુ એક મોટો IPO, કદ હશે લગભગ રૂ.17 હજાર કરોડનું