સ્ટાઈલિશ ગાઉનમાં નીતા અંબાણીની અદાઓ; કિલર લુક જોઈને લોકોના હોશ ઉડ્યા
મુંબઈ, 2 જાન્યુઆરી 2025 : બધાની નજર અંબાણી પરિવાર પર ટકેલી છે. કોઈ પણ તહેવાર હોય કે કોઈ ગ્લેમરસ ઈવેન્ટ, લોકો અંબાણી પરિવારની મહિલાઓ અને તેમની ફેશન સ્ટાઈલને જોવા આતુર હોય છે. દર વખતે અંબાણી મહિલાઓ પોતાની સ્ટાઈલથી સ્ટાર્સને માત આપે છે અને લોકોના દિલ જીતવામાં સફળ થાય છે. નવા વર્ષની ઉજવણી વખતે પણ આવું જ જોવા મળ્યું હતું. રાધિકા મર્ચન્ટથી લઈને નીતા અંબાણી સુધીની તમામ અંબાણી વહુઓ ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી. ખાસ કરીને લોકોની નજર નીતા અંબાણી પર અટકી ગઈ.
View this post on Instagram
નીતા અંબાણી આ અંદાજમાં જોવા મળ્યા હતા
નીતા અંબાણીએ જામનગરમાં નવા વર્ષની ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ખાસ અવસર પર તેમણે પરી જેવો પોશાક પહેર્યો હતો. નવા વર્ષની શરૂઆત કરવા માટે નીતા અંબાણીએ હેવી ગ્રે ગાઉન પહેર્યું હતું. આ લાંબા ટ્રેલ ગાઉનના નેક પર સ્ટોન વર્ક કરવામાં આવ્યું હતું. આ સાથે તેમણે મેચિંગ સ્ટોલ કેરી કર્યોં હતો.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
લોકોની પ્રતિક્રિયા
નીતા અંબાણીનો વીડિયો જોયા બાદ એક વ્યક્તિએ લખ્યું, ‘તેમના પર ઉંમરની કોઈ અસર નથી.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘નીતા અંબાણી પુત્રવધૂઓ કરતાં પણ વધારે સારી દેખાય છે.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘નીતાની સ્ટાઈલ દરેક પર ભારે છે.’ ઘણા લોકોએ નીતા અંબાણીની તુલના બોલીવુડની હિરોઈન સાથે કરી હતી. જો કે, નીતા અંબાણી પોતાના ત્રણ બાળકોના લગ્ન પછી પણ પોતાને એકદમ ફિટ રાખે છે. તે પોતાના લુકનું પણ ખાસ ધ્યાન રાખે છે. આ વખતે પણ નીતા અંબાણીની સ્ટાઈલ નવા વર્ષને ખાસ બનાવવા માટે પૂરતી હતી.
આ પણ વાંચો : શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું: સેન્સેક્સ અને નિફ્ટીમાં આવ્યો ઉછાળો