ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

એશિયન ગેમ્સમાં સફળતા બદલ નિતા અંબાણીએ ભારતીય ખેલાડીઓને આપ્યા અભિનંદન

Text To Speech
  • રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતા અંબાણીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
  • 100થી વધુ મેડલની સંખ્યા એ ભારતના યુવાનોની શક્તિનું ઉદાહરણ ગણાવ્યું
  • એશિયન ગેમ્સ 2023માં ભારતે 107 મેડલ જીત્યા

એશિયન ગેમ્સમાં ભારતના ખેલાડીઓ શાનદાર દેખાવ કરી રહ્યા છે. તેમને વધારે પ્રોત્સાહિત કરવા માટે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. નીતા અંબાણીએ કહ્યું કે, “એશિયન ગેમ્સમાં આપણા દેશને ગૌરવ અપાવવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન. 100થી વધુ મેડલની ઐતિહાસિક સંખ્યા એ ભારતના યુવાનોની શક્તિનું ઝળહળતું ઉદાહરણ છે. ગેમ્સ દરમિયાન 12 મેડલ જીતવા બદલ અમને અમારા રિલાયન્સ ફાઉન્ડેશનના એથ્લેટ્સ પર પણ ગર્વ છે.”

Neeta Ambani

તેમણે વધુમાં જણાવ્યું કે કિશોર જેના, જ્યોતિ યારાજી, પલક ગુલિયા સહિત તમામને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ખાસ અભિનંદન પાઠવું છે. રિલાયન્સ ફાઉન્ડેશન રમતગમતમાં પ્રોત્સાહન આપવા અને ટેકો આપવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે. છેલ્લે કહ્યું કે, આવી રીતે ભારતનું ગૌરવ વધારતા રહો.

એશિયન ગેમ્સમાં ભારતના નામે 107 મેડલ

એશિયન ગેમ્સ 2023માં ભારતે 107 મેડલ જીત્યા છે. એશિયન ગેમ્સની એક જ આવૃત્તિમાં ભારતે પ્રથમ વખત 107 મેડલ જીત્યા છે. અગાઉ એશિયન ગેમ્સમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 70 મેડલ હતું, જે 2018માં જીત્યા હતા. એશિયન ગેમ્સ માટે ખેલાડીઓને વિદાય આપતી વખતે ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે આ વખતે 100 પાર કરવાનો નારો આપ્યો હતો અને ખેલાડીઓએ તેને સાચો સાબિત કર્યો છે. 23 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ એશિયન ગેમ્સ આવતીકાલે અથવા 8 ઓક્ટોબરે પૂરી થવાની છે.

2018 એશિયન ગેમ્સમાં, જે આ વર્ષની આવૃત્તિ પહેલા ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું, ભારત 8મા ક્રમે હતું અને કુલ 70 મેડલ જીત્યા હતા, જેમાં 16 ગોલ્ડ, 23 સિલ્વર અને 31 બ્રોન્ઝ મેડલ હતા. આ વર્ષે, ભારતે શરૂઆતમાં ચોથું સ્થાન મેળવ્યું હતું અને તે સ્થાન જાળવી રાખ્યું હતું.

આ પણ વાંચો: એશિયન ગેમ્સ 2023: ભારતે અત્યારસુધી 107 મેડલ જીત્યા

Back to top button