Nissan Magniteનું ફેસલિફ્ટ મોડલ થયું લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ વિશે
- આ નવી કોમ્પેક્ટ SUVમાં 55 સેફટી ફીચર્સ આપવામાં આવ્યા છે
નવી દિલ્હી, 04 ઓકટોબર: તહેવારોની સિઝન શરૂ થતાં, Nissan દ્વારા ભારતીય બજારમાં આજે શુક્રવારે ગ્રાહકો માટે નિસાન મેગ્નાઈટ ફેસલિફ્ટ મૉડલ લૉન્ચ કરવામાં આવ્યું છે. નવી ડિઝાઈન અને લેટેસ્ટ ફીચર્સ સાથે લૉન્ચ કરવામાં આવેલી આ નવી કોમ્પેક્ટ SUVમાં રિ-ડિઝાઈન કરેલી ફ્રન્ટ ગ્રિલ અને નવી હેડલાઈટ ડિઝાઈન જોવા મળશે. આ કારની મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે તેમાં 55 સેફટી ફીચર્સ આપવામાં આવ્યા છે.
આ SUVના પાછળના ભાગમાં નવા LED ટેલ લેમ્પ્સ, નવી બમ્પર ડિઝાઇન, નવા એલોય વ્હીલ્સ અને 6 સ્પોક ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.
Nissan Magnite Facelift Launched In India!
No price hike for the base variant, top variants priced hiked by Rs 28,000!
Impressive? pic.twitter.com/nvl2wS3aKT
— MotorOctane (@MotorOctane) October 4, 2024
નિસાન મેગ્નાઈટ ફેસલિફ્ટ ફીચર્સ
ફેસલિફ્ટ મોડલમાં બ્લેક અને ઓરેન્જ ડ્યુઅલ-ટોન થીમ જોવા મળશે. આ કારમાં વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, વિશાળ ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે, વાયરલેસ ચાર્જ સપોર્ટ અને સિંગલ-પેન સનરૂફ સાથે મોટી ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે.
આ SUVમાં 4 એમ્બિયન્ટ ઈન્ટિરિયર લાઈટ્સ, 366 લિટર બૂટ સ્પેસ, 10 લિટર ગ્લોવ બોક્સ અને દરેક દરવાજામાં 1 લિટર બોટલ રાખવા માટે જગ્યા હશે. આ કોમ્પેક્ટ SUVમાં 55થી વધુ એક્ટિવ અને પેસિવ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે, 6 એરબેગ્સ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ આ વાહનના તમામ વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ હશે.
નિસાન મેગ્નાઈટ ફેસલિફ્ટના એન્જિનની વિગતો
ફેસલિફ્ટ મોડલમાં વર્તમાન મોડલ જેવું જ એન્જિન છે, આ SUVમાં 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન છે જે 99bhp પાવર જનરેટ કરે છે. કંપનીએ દાવો કર્યો છે કે, 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન (MT) સાથેનું આ વાહન 20 કિલોમીટર પ્રતિ લિટરની માઈલેજ આપે છે.
આ મોડલ 5 સ્પીડ ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન (AMT)માં પણ ઉપલબ્ધ છે, આ વાહન એક લીટર તેલમાં 17.4 કિલોમીટરની માઈલેજ આપશે. આ કારના 6 વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે, Visa, Acenta, Visa+, Tekna, N-Connecta અને Tekna+.
ભારતમાં નિસાન મેગ્નાઈટ ફેસલિફ્ટની કિંમત
Nissan Magniteનું ફેસલિફ્ટ મોડલ રૂ. 5 લાખ 99 હજાર (એક્સ-શોરૂમ)ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ કિંમત માત્ર પ્રથમ 10 હજાર બુકિંગ માટે છે. મતલબ કે, આ SUVની કિંમત ટૂંક સમયમાં વધી શકે છે.
આ પણ જૂઓ: Kiaએ લક્ઝરી ઈલેક્ટ્રિક SUV ભારતમાં કરી લોન્ચ, જાણો કેવા છે ફીચર્સ