મહુઆનું લોકસભા આઈડી દુબઈથી લોગ ઈન થયું: નિશિકાંત દુબેનો આરોપ
નવી દિલ્હી: BJP સાંસદ નિશિકાંત દુબેએ TMCના સાંસદ મહુઆ મોઇત્રા પર લોકસભાની આઈડીને લઈને ફરીએક વાર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, મહુઆ ભારતમાં હતી ત્યારે તેનું લોકસભા આઈડી દુબઈથી લોગ ઈન થયું હતું. એક પછી એક આરોપો આવતાં હવે મહુઆની મુશ્કેલીઓ વધી રહી છે. અગાઉ દુબેએ મહુઆ પર પૈસાની લાંચ લઈ સંસદમાં પ્રશ્નો પૂછે છે તેમ આરોપ લગાવ્યો હતો. જોકે, આ મામલો હવે સંસદની એથિક્સ કમિટીને સોંપવામાં આવ્યો છે. મહુઆને હવે લોકસભાની એથિક્સ કમિટી સમક્ષ હાજર થવું પડી શકે છે.
कुछ पैसे के लिए एक सांसद ने देश की सुरक्षा को गिरवी रखा ।दुबई से संसद के id खोले गए,उस वक़्त कथित सांसद भारत में ही थे।इस NIC पर पूरी भारत सरकार है,देश के प्रधानमंत्री जी,वित्त विभाग,केन्द्रीय एजेंसी ।क्या अब भी @AITCofficial व विपक्षियों को राजनीति करना है,निर्णय जनता का ,NIC ने…
— Dr Nishikant Dubey (@nishikant_dubey) October 21, 2023
નિશિકાંત દુબેએ મહુઆ મોઇત્રાનું નામ લીધા વિના આરોપ લગાવતા કહ્યું છે કે, સાંસદ જ્યારે ભારતમાં હતા ત્યારે તેમનું લોકસભાનું લોગ ઈન દુબઇથી થયું હતું. તેમણે એક્સ પર લખ્યું છે કે, થોડા પૈસા માટે એક સાંસદે દેશની સુરક્ષાને ગીરવે મૂકી દીધી. દુબઈથી સાંસદના આઈડી ખોલવામાં આવ્યા હતા તે સમયે સાંસદ ભારતમાં હતા. તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષ હજુ પણ રાજનીતિ કરવા માંગે છે કે કેમ તે જનતાએ નક્કી કરવાનું છે. NICએ તપાસ એજન્સીને આ માહિતી આપી છે.
મહુઆએ એથિક્સ કમિટિ પર પ્રશ્નો ઉઠાવ્યા
અગાઉ જ્યારે મહુઆ મોઇત્રાએ એથિક્સ કમિટિ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા, ત્યારે પણ નિશિકાંત દુબેએ તેના પર વળતો પ્રહાર કર્યો હતો. એક્સ પર પોસ્ટ કરતાં મહુઆએ લખ્યું કે એથિક્સ કમિટીના ચેરમેન મીડિયા સાથે ખૂલીને વાત કરે છે. લોકસભાના નિયમો તપાસો. મીડિયા સુધી એફિડેવિટ કેવી રીતે પહોંચી? અધ્યક્ષે પહેલા તપાસ કરવી જોઈએ કે આ કેવી રીતે લીક થયું. હું ફરીથી કહું છું કે ભાજપનો એજન્ડા અદાણી પર મારું મોં બંધ કરવા માટે મને લોકસભામાંથી હાંકી કાઢવાનો છે. જો સીબીઆઈ અને એથિક્સ કમિટી મને બોલાવે તો હું તેમના પ્રશ્નોના જવાબ આપીશ. વાસ્તવમાં એથિક્સ કમિટીના અધ્યક્ષ ભાજપના સાંસદ વિનોદ સોનકર છે અને આ સમિતિમાં 15 લોકો છે જેમાંથી 7 ભાજપના સાંસદ છે.
નિશિકાંત દુબેનો વળતો પ્રહાર
મહુઆની આ પોસ્ટ બાદ તેને નિશાન બનાવતા નિશિકાંત દુબેએ એક્સ પર પોસ્ટ કરી અને લખ્યું કે, ચોરી પકડાયા બાદ TMC સાંસદે સ્પીકર ઓમ બિરલા પર એથિક્સ કમિટીમાં મોટી સંખ્યામાં એનડીએ સાંસદ હોવાનો આરોપ લગાવ્યો છે. જે લોકો જનતાને ગેરમાર્ગે દોરે છે.
આ પણ વાંચો: મહુઆ મોઇત્રાએ કહ્યું, ‘CBI પણ તપાસ માટે તૈયાર…’, ભાજપે ઉઠાવ્યા સવાલ