કુશ્તીના મેચમાં આગળ હોવા છતાં નિશા દહીયા હારી ગઈ, જાણો કેમ ?


નવી દિલ્હી, 5 ઓગસ્ટ : ભારતની નિશા દહિયાએ પેરિસ ઓલિમ્પિકમાં મહિલા કુશ્તીની 68 કિગ્રા વજન વર્ગમાં શાનદાર શરૂઆત કરી છે. નિશાએ પ્રથમ રાઉન્ડ ઓફ 16માં યુક્રેનની ટેટિયાના રિઝકોને હરાવી હતી. પરંતુ આ પછી તેમને ક્વાર્ટર ફાઇનલમાં ઉત્તર કોરિયાની સોલ ગમ પાકથી હારનો સામનો કરવો પડ્યો હતો. સિઓલ 10-8 થી જીતી હતી. આ રીતે નિશા સેમીફાઈનલમાં જવાનું ચૂકી ગઈ છે.
મેચ શરૂ થતાની સાથે જ નિશાએ 4 પોઈન્ટ મેળવ્યા હતા. નિશા શાનદાર ફોર્મમાં દેખાઈ રહી હતી. તેની વિરોધી સોલ ગમ પાક તેની સામે ઝાંખો પડી રહ્યો હતો. બીજો રાઉન્ડ શરૂ થતાં જ નિશાએ વધુ 4 પોઈન્ટ મેળવ્યા હતા. નિશાને કુલ 8 પોઈન્ટ મળ્યા છે. તે સમય સુધી ઉત્તર કોરિયાની સોલ ગમ પાક માત્ર 6 પોઈન્ટ જ બનાવી શકી હતી.
પરંતુ ત્રીજા રાઉન્ડ દરમિયાન નિશા દહિયાને તેના જમણા હાથમાં સમસ્યા જોવા મળી હતી. તે રડી રહી હતી. ફિઝિયો દ્વારા તપાસ કરાવ્યા બાદ તે મેચમાં ફેડ થતી દેખાઈ હતી. કદાચ આ જ કારણ છે કે સ્પર્ધામાં આગળ હોવા છતાં તે પાછળથી પાછળ રહી ગઈ અને સેમીફાઈનલમાં પહોંચવામાં ચૂકી ગઈ હતી. જ્યારે 13 સેકન્ડ બાકી હતી ત્યારે બંને ખેલાડીઓ 8-8 થી બરાબરી પર હતા.
પરંતુ આ 13 સેકન્ડમાં સોલ પાકે ગેમ બદલી નાખી અને 2 પોઈન્ટ મેળવ્યા હતા.નિશા શરૂઆતમાં રાઉન્ડ ઓફ 16ની મેચમાં ટેટિયાનાથી પાછળ રહી ગઈ હતી પરંતુ 4-4ની બરાબરી બાદ તેણે છેલ્લી થોડી સેકન્ડોમાં ટેટિયાનાને મેટમાંથી બહાર કાઢીને બે પોઈન્ટ મેળવીને જીત મેળવી હતી.