કલેક્ટરનું પદ છોડીને નેતા બનવા નીકળેલા નિશા બાંગરે ફરી માગી રહી છે સરકારી નોકરી, ભાજપે કહ્યું- કોંગ્રેસે કર્યું ‘મોએ મોએ’
- નિશા બાંગર વિધાનસભા લડવા માટે કલેક્ટર પદેથી આપ્યું હતું રાજીનામું
- કોંગ્રેસમાંથી ટિકિટ ના મળતા નિશાને ફરી યાદ આવી સરકારી નોકરી
મધ્યપ્રદેશ, 10 એપ્રિલ: મધ્યપ્રદેશમાં ડેપ્યુટી કલેક્ટર રહી ચૂકેલી નિશા બાંગરેનો રાજકારણથી મોહભંગ થઈ ગયો છે. વિધાનસભાની ચૂંટણી લડવા માટે નિશા બાંગરે છતરપુરમાં ડેપ્યુટી કલેક્ટર પદ પરથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાઈ હતી. બેતુલ જિલ્લાની આમલા બેઠક પરથી પોતાના માટે વિધાનસભાની ટિકિટ પણ કોંગ્રેસ જોડે માંગી રહી હતી. પરંતુ નોમિનેશનની તારીખ બહાર આવ્યા બાદ નિશા બાંગરેનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું. જેના કારણે તેમને કોંગ્રેસની ટિકિટ મળી શકી નહીં. ટિકિટ ન મળતા ફરી પાછા સરકાર પાસે સરકારી નોકરી માંગી રહી છે. ત્યારે ભાજપ નેતાએ કટાકક્ષ કરતાં કહ્યું છે કે કોંગ્રેસે નિશા બાંગરેના સપનાઓનું ‘મોએ-મોએ’ કર્યું.
જો રાજકીય સૂત્રોનું માનીએ તો વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળ્યા બાદ પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વએ નિશાને લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતારવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ હવે સામાન્ય ચૂંટણીમાં પણ તે નિરાશ થઈ છે. તાજેતરમાં કોંગ્રેસે નિશાને પાર્ટીના પ્રદેશ પ્રવક્તા તરીકે નિમણૂક કરી હતી, પરંતુ હવે આ ભૂતપૂર્વ ડેપ્યુટી કલેક્ટર રહી ચૂકેલી નિશા બાંગરેની ઈચ્છાઓ રાજકારણમાં રહેવાની મરી ગઈ છે તેથી તે હવે ફરી સરકારી નોકરીની માંગ કરી રહી છે.
ભાજપના મીડિયા પ્રભારીએ ટ્વિટ કરી કહ્યું
બીજી તરફ, કોંગ્રેસ નેતા નિશા બાંગરેની વહીવટી દુનિયામાં પાછા ફરવાની વિનંતી પર ભાજપે આકરી ટીકા કરી છે. ભાજપના રાજ્ય મીડિયા પ્રભારી આશિષ અગ્રવાલે લખ્યું છે ચૂંટણીના માત્ર 2 મહિના પહેલા જ તેમણે કમલનાથના પ્રભાવ હેઠળ એસડીએમની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું.
लालच बुरी बला है और वही बुरी बला निशा बागरे को ले डूबी
चुनाव के ठीक 2 महीने पहले कमलनाथ के झांसे मे आकर SDM की नौकरी से त्याग-पत्र दिया।
इस्तीफा मंजूर करने की कागजी कार्रवाई जब तक खत्म हुई तब तक नामांकन की तारीख निकल गयी….
कमलनाथ ने फिर झांसा दिया की सरकार बनने दो बड़ी… pic.twitter.com/YNdc0m2q4J
— Ashish Usha Agarwal आशीष ऊषा अग्रवाल (@Ashish_HG) April 10, 2024
બીજેપી નેતાએ વધુમાં લખ્યું કે, રાજીનામું સ્વીકારવા માટેની પેપરવર્ક પૂરી થઈ ત્યાં સુધીમાં નોમિનેશનની તારીખ પસાર થઈ ગઈ હતી. કમલનાથે વધુમાં કહ્યું કે જો સરકાર બનશે તો તેમને મોટી જવાબદારી મળશે. હવે તે ન તો ધારાસભ્ય બની શકે છે કે ન તો તહસીલદાર રહી. કોંગ્રેસે નિશાના સપનાનું ‘મોએ મોએ’ કરી નાખ્યું.
આ પણ વાંચો: “Junior Wifeની ભરતી” ! ભારતીય એન્જિનિયરની પોસ્ટ થઈ વાયરલ, છોકરીઓએ કહ્યું,-