નેશનલ

આધાર-પાન લિંકને લઈને નિર્મલા સિતારમણનું મોટુ નિવેદન, જો સમયસર…

Text To Speech
  • આધાર પાનને લઈને નિર્મલા સિતારમણનું નિવેદન
  • 30 જૂન સુધીમાં આધાર પાન લિંક કરાવી લેવા સૂચના
  • જો 30 જૂન સુધીમાં નહીં લિંક કરો તો દંડની રકમ વધશે

જો 30 જૂન 2023 સુધીમાં PAN કાર્ડને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો તે નિષ્ક્રિય થઈ જશે. ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા નાણામંત્રીએ કહ્યું કે અગાઉ PAN ને આધાર સાથે લિંક કરવા માટે ઘણો સમય આપવામાં આવતો હતો. જાણો નાણામંત્રીએ બીજું શું કહ્યું? નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે PAN સાથે આધાર લિંક કરવામાં વિલંબ માટે દંડનો બચાવ કર્યો હતો. આધારને PAN સાથે લિંક કરવાનું 31 માર્ચ, 2022 સુધી મફત હતું, ત્યારબાદ 1 એપ્રિલ, 2022 થી તેના પર 500 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી હતી. જે જુલાઈ મહિનામાં વધારીને 1000 રૂપિયા કરવામાં આવી હતી.

 

pan card aadhar card (10)

 

હાલમાં સ્થિતિ એવી છે કે જો 30 જૂન 2023 સુધીમાં પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો તે નિષ્ક્રિય થઈ જશે. ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા નાણામંત્રીએ કહ્યું કે અગાઉ PAN ને આધાર સાથે લિંક કરવા માટે ઘણો સમય આપવામાં આવતો હતો. અત્યાર સુધીમાં PAN ને આધાર સાથે લિંક કરી દેવુ જોઈએ. જેમણે આજ સુધી આવું કર્યું નથી, તેઓએ તરત જ કરવું જોઈએ. જો હાલમાં નિયત સમયમર્યાદા સમાપ્ત થાય છે, તો દંડમાં વધુ વધારો કરવામાં આવશે.

નાણા મંત્રાલય દ્વારા 28 માર્ચે જારી કરાયેલા નિવેદન અનુસાર, TDS અને TCS સંબંધિત સમસ્યાઓથી બચવા માટે, દરેક વ્યક્તિએ કોઈપણ સંજોગોમાં તેના આધારને પાન કાર્ડ સાથે લિંક કરાવવું જોઈએ. જો લોકો આવું નહીં કરે, તો તેમનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને તેમને TDS અને TCS ક્લેમ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

નિવેદન અનુસાર, આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ, જે લોકોના નામ 1 જુલાઈ, 2017ની તારીખ સુધી પાન કાર્ડ જારી કરવામાં આવ્યા છે અને તેઓ આધાર કાર્ડ માટે પાત્ર છે, તેઓએ 31 માર્ચ, 2023 સુધીમાં આધાર અને પાનને લિંક કરાવવું જોઈએ. હાલમાં, PAN ને આધાર સાથે લિંક કરવાની અવધિ 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, જેમણે તેમના આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કર્યા નથી, તેમનો PAN 1 જુલાઈ, 2023 થી નિષ્ક્રિય થઈ જશે.

આ પણ વાંચો:વિશ્વ બેંકે ભારત, પાકિસ્તાન બાદ હવે શ્રીલંકાનો જીડીપી અંદાજ ઘટાડ્યો

Back to top button