ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબજેટ-2023

Budget 2023: બજેટ તૈયાર કરી રહેલા નાણામંત્રીના 6 મહારથીઓ કોણ ? જાણો

કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરી 2023ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ બજેટ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ હશે. આવનારા બજેટથી દરેકને ઘણી અપેક્ષાઓ છે. ત્યારે, ચાલો જાણીએ નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ તૈયાર કરી રહેલી ટીમ વિશે, જે નાણામંત્રી સાથે મળીને આ પડકારોનો સામનો કરશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. આ પહેલા તે રક્ષા અને વાણિજ્ય મંત્રાલયની જવાબદારી પણ સંભાળી ચુકી છે. આગામી બજેટ સીતારમણનું ચોથું કેન્દ્રીય બજેટ હશે. કોરોના મહામારીના સમયે, તેમણે દેશની અર્થવ્યવસ્થાને સંભાળવા માટે ઘણા પગલાં લીધાં છે. આ બજેટમાં તેમની સામે દેશની આર્થિક રિકવરીને ઝડપી બનાવવા, દેવાનો બોજ ઘટાડવા અને રાજકોષીય ખાધ ઘટાડવા જેવા મોટા પડકારો છે.

1) ટીવી સોમનાથન

નાણા સચિવ ટીવી સોમનાથન તમિલનાડુ કેડરના 1987 બેચના IAS અધિકારી છે. તેઓ 2015-2017 વચ્ચે પીએમ કાર્યાલયમાં રહ્યા છે. હાલમાં તેઓ નાણા મંત્રાલયમાં ખર્ચ વિભાગની જવાબદારી સંભાળી રહ્યા છે. આ પહેલા તેઓ કોર્પોરેટ બાબતોના મંત્રાલયમાં સંયુક્ત સચિવ પણ રહી ચૂક્યા છે. સોમનાથન તેમના સાથીદારોમાં ખૂબ જ લોકપ્રિય છે.

TV Somanathan
TV Somanathan

2) અજય શેઠ

કર્ણાટક કેડરના 1987 બેચના IAS અધિકારી અજય શેઠ આગામી બજેટ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આર્થિક બાબતોના વિભાગના સચિવ હોવાને કારણે, તેઓ બજેટ વિભાગ માટે જવાબદાર છે જે બજેટ સંબંધિત તમામ સલાહ અને ભલામણોનું વિશ્લેષણ કરે છે અને નાણાકીય નિવેદનને અંતિમ સ્વરૂપ આપે છે.

Ajay seth
Ajay seth

3) તુહિન કાંત પાંડે

તુહિન કાંત પાંડે, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટના સેક્રેટરી આગામી નાણાકીય વર્ષ માટે સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામને તૈયાર કરવાની જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ ઓડિશા કેડરના 1987 બેચના IAS અધિકારી છે. અગાઉ, તેણે એર ઈન્ડિયાને વેચવામાં અને LICનો IPO લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Tuhin kanta pandey
Tuhin kanta pandey

4) સંજય મલ્હોત્રા

બજેટની તૈયારી દરમિયાન રાજસ્થાન કેડરના 1990 બેચના IAS અધિકારી સંજય મલ્હોત્રાને આવકનો અંદાજ કાઢવાના પડકારનો સામનો કરવો પડશે. જો કે, આ પહેલા નાણાં મંત્રાલયની ખૂબ ઓછી અથવા ખૂબ ઊંચી આવકના અંદાજો કરવા બદલ ટીકા કરવામાં આવી છે. તેઓ અગાઉ સરકારી કંપની REC લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રહી ચૂક્યા છે. ટેક્સ કલેક્શનમાં જોવા મળેલી તેજીનો લાભ તેમને મળશે.

Sanjay malhotra
Sanjay malhotra

5) વિવેક જોશી

નાણા મંત્રાલયમાં નાણાકીય સેવાઓના સચિવ તરીકે કાર્યભાર સંભાળતા પહેલા, જોશી ગૃહ મંત્રાલયમાં રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર હતા. નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓમાં જોશી એક નવો ચહેરો છે. તેઓ ગુરુગ્રામ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીના CEO પણ રહી ચૂક્યા છે. તેમને નોર્થ બ્લોકની કામગીરીની સારી સમજ છે. તેઓ નવેમ્બર 2014 થી એપ્રિલ 2017 સુધી ખર્ચ વિભાગમાં સંયુક્ત સચિવ રહ્યા છે.

Vivek joshi
Vivek joshi

6) વી અનંત નાગેશ્વરન

આગામી નાણાકીય વર્ષ માટે બજેટ તૈયાર કરવા ઉપરાંત, નાગેશ્વરન, જે 2022-23 માટે આર્થિક સર્વેક્ષણ તૈયાર કરવાની જવાબદારી સંભાળી રહ્યા છે, છેલ્લી બજેટની રજૂઆતના થોડા દિવસો પહેલા જ મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. નાગેશ્વરને યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સ એમરેસ્ટમાંથી ફાયનાન્સમાં પીએચડી કર્યું છે. તેણે IIM અમદાવાદમાંથી MBA પણ કર્યું છે. તેઓ 2019-2021 વચ્ચે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અંશકાલિક સભ્ય રહ્યા છે.

V Anantha Nageswaran
V Anantha Nageswaran
Back to top button