અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે ભારત વિરોધી જાહેરાત પ્રકાશિત કરી છે. જાહેરાતમાં ભારતને ‘રોકાણ માટે અસુરક્ષિત સ્થળ’ ગણાવીને નિશાન બનાવવામાં આવ્યું હતું. પ્રથમ પેજ પર પ્રકાશિત આ જાહેરાત એક સંસ્થા દ્વારા આપવામાં આવી છે અને તેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત 14 લોકોના નામ આપવામાં આવ્યા છે. જાહેરાતમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત 14 લોકોના નામ આપવામાં આવ્યા છે. આ જાહેરાત ‘વોન્ટેડ’ પોસ્ટર તરીકે છાપવામાં આવી છે. જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે આ લોકો ભારતની બંધારણીય સંસ્થાઓનો રાજકીય અને ઔદ્યોગિક વિરોધીઓ સામે હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. જાહેરાતની અંદર રોકાણકારોને ભારતથી અંતર રાખવા માટે કહેવામાં આવ્યું છે.
ભારત પર પ્રતિબંધ મૂકવાની માંગ
આ સાથે જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે ગ્લોબલ મેગ્નિટસ્કી હ્યુમન રાઈટ્સ એકાઉન્ટેબિલિટી એક્ટ હેઠળ અમેરિકાએ ભારત પર આર્થિક અને વિઝા મામલે પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. આ કાયદા હેઠળ યુએસ સરકારને વિદેશી અધિકારી અથવા નેતાની સંપત્તિ જપ્ત કરવાનો, તેના પર પ્રતિબંધો લાદવાનો અને તેના દેશમાં તેના પ્રવેશને રોકવાનો પણ અધિકાર છે.
Shameful weaponisation of American media by fraudsters.
This shockingly vile ad targeting #India and its Government appeared in @WSJ .
Do you know who is behind this and similar ads?
This ad campaign is being run by fugitive Ramachandra Vishwanathan, who was the CEO of Devas.
n1 pic.twitter.com/o7EWFmMsSR— Kanchan Gupta ???????? (@KanchanGupta) October 15, 2022
નાણામંત્રી યુએસ પ્રવાસે
આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતે યુએસ પ્રવાસ પર છે. સોલિસિટર જનરલ તુષાર મહેતા, એડિશનલ સોલિસિટર જનરલ એન વેંકટરામન, સુપ્રીમ કોર્ટના જજ હેમંત ગુપ્તા અને વી રામાસુબ્રમણ્યમ એ લોકોમાં સામેલ છે જેમણે આ જાહેરાતમાં પ્રતિબંધની માંગ કરી છે. આ સિવાય સ્પેશિયલ જજ ચંદ્રશેખર, EDના સંજય કુમાર મિશ્રા, EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર આર રાજેશ, CBIના DSP આશિષ પારીક, એડિશનલ સોલિસિટર જનરલ એન વેંકટરામન અને EDના ડેપ્યુટી ડાયરેક્ટર એ સાદિક મોહમ્મદની તસવીરો પણ છાપવામાં આવી છે.
જો કે, હજુ સુધી ન તો ભારતીય નાણામંત્રી કે ન તો કોઈ એજન્સીએ આ જાહેરાત પર કોઈ જાહેર ટિપ્પણી કરી છે. આ જાહેરાત એક અસંતુષ્ટ ભારતીય ઉદ્યોગપતિ રામચંદ્રન વિશ્વનાથન અને તેમના સમર્થકો દ્વારા છાપવામાં આવી હોવાનું માનવામાં આવે છે. વિશ્વનાથન દેવાસના ભૂતપૂર્વ CEO છે. આ કંપનીની રચના ડિસેમ્બર 2004 માં કરવામાં આવી હતી. જે ઉપગ્રહ અને પાર્થિવ સિસ્ટમ્સ દ્વારા મલ્ટીમીડિયા સામગ્રીનું વિતરણ કરવા માટે એક પ્લેટફોર્મ વિકસાવે છે.
આ પણ વાંચો : વધતી મોંધવારીનો હાહાકાર : પેરિસમાં હજારો લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા