અમદાવાદમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યું, ઈન્ડી એલાયન્સ પાસે મોદીને હટાવવા સિવાય કોઈ કાર્યક્રમ કે લક્ષ્ય નથી
અમદાવાદ, 20 એપ્રિલ: દેશભરમાં ચૂંટણીનો ઉત્સવ ચાલી રહ્યો છે. પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ક્યારે દરેક પક્ષો પોત પોતાની રીતે જોર શોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ ગુજરાત પ્રવાસે આવ્યા હતા. પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું તેમજ દક્ષિણ ભારતીય સમુદ્ર સાથે ચૂંટણી ચર્ચા કરી હતી.
વિકસિત ભારત 2027 વિષય અંતર્ગત વિચાર: નાણામંત્રી
અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે GCCI માં CA સાથે ચર્ચાઓ કરી છે. તેમજ CPI નાં વરિષ્ઠ નેતા D રાજાનાં સગા ત્યાં ચૂંટણી લડી રહ્યા છે. તેમણે રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધન ઉપર અનેક પ્રહારો કર્યા હતા. જેમા અનેક લોકો કહી રહ્યા છે રાહુલ ગાંધી વાયનડ કેમ આવ્યા, પાછલા 5 વર્ષોમાં વાયનાડનો એક પણ વિષય તેમણે સંસદમાં નથી ઉઠાવ્યો કોંગ્રેસ અને ઇન્ડી એલિયન્સનાં ઉમેદવાર પોતાની પાર્ટીના જ ઝંડા લઈ જવા ઇનકાર કરી રહ્યા છે.
કોંગ્રેસ પોતાનો ઝંડો નથી બચાવી શકી દેશ કેવી રીતે બચાવશે?
કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે અમુક રાજ્યોમાં મુસ્લિમ લીગ વિરોધ કરી રહી છે કે ઉમેદવાર તરીકે ભલે કોઇ પણ આવે પણ ફ્લેગ અમારો જોઈએ એટલે કોંગ્રેસ પોતાનો ઝંડો મૂકીને પ્રચાર કરી રહી છે. એટલે જે પાર્ટી પોતાનો ઝંડો નથી બચાવી શક્તિ તે દેશ કેવી રીતે બચાવશે તે મોટો સવાલ છે? અને ઇન્ડિ એલાયન્સ માત્ર નામનું બન્યું છે. ઇન્ડી એલયાન્સ એકજૂથ નથી, દરેક રાજ્યોમાં અમે સાબિત કર્યું કે આ લોકો એક નથી તેમજ ઉદયનિધીનાં નિવેદન પર નિર્મલા સીતારમણે પ્રતિક્રિયા આપી હતી.
2014 બાદ અમોએ PM ના નેતૃત્વમાં ઘણા કામો કર્યા
પીએમ મોદીના નેતૃત્વમાં થયેલા કાર્યો વિશે તેમણે જણાવતા કહ્યું હતું કે જનતાના હિતમાં થયેલા કામને ગ્રાઉન્ડ પર લઈને આવ્યા છે. એકાદ કામમાં થોડા દૂર છીએ પરંતુ તેને પણ લઈશું ગરીબ શોષિત લોકોને એમ્પાવર કરવા માટે અને તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવા કામ કરી રહ્યા છીએ. શિક્ષણ, મેડિકલ ફેસિલીટી, અનાજ સહિતના મુદ્દે તેમજ ઘર, રસોઈ ગેસ, પાણી સામાન્ય લોકોના ઘર સુધી પહોંચે અને બેંક દ્વારા નાના વર્ગના લોકોને સ્મોલ લોન મળે તેવા પ્રયાસ કરાયા છે. દેશની ભાજપ સરકાર મહિલાને કેન્દ્રિત અથવા સામે રાખીને આગળ વધી રહી છે.
દેશની ઇકોનોમી વિશ્વમાં પાંચમાં નંબરે
કેન્દ્રીય મંત્રીને નબળા પડી રહેલા રૂપિયા વિશે સવાલ કરતા તમને જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં આપણા દેશની ઇકોનોમી પાંચમા નંબરે પહોંચી છે. માત્ર યુએસ ડોલરને બાદ કરીને તમામ લેવલે આપણો રૂપિયો મજબૂત છે. અને વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધો પણ આ પરિબળને અસર કરે છે. અગાઉ ક્યારેય આપણી ઇકોનોમી આટલી ઉપર આવી નથી, ઇકોનોમિક દ્રષ્ટિએ આપણે ટોપ ફાઈવમાં આવીએ છીએ. અને હવે આવનારા વર્ષોમાં બીજા ત્રીજા ક્રમે દેશની ઇકોનોમી લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. તેમજ વિપક્ષ ઉપર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે વિપક્ષનું ચૂંટણી જીત્યા બાદ કોઈ વિઝન નથી લક્ષ્ય નથી, ભારતીય જનતા પાર્ટી 2047 નાં લક્ષ્યાંકને લઈને ચાલે છે. તેમજ AIMIM ના અધ્યક્ષ ઓવૈસી ઉપર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ સતત બીભત્સ નિવેદન આપતા આવ્યા છે. ન માત્ર ઓવૈસી પણ તેમના ભાઈ પણ આ પ્રકારે નિવેદન આપતા રહ્યા છે. એટલે તેમની વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં દાદા હરિની વાવ પાસે દિવાલ ધસી પડતા બેનાં મોત, ત્રણને ઇજા