ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગાઝિયાબાદમાં નિર્ભયાકાંડ, અપહરણ કરી 2 દિવસ સુધી 5 આરોપીએ કર્યું શોષણ

Text To Speech

ગાઝિયાબાદમાં દિલ્હીની એક મહિલા પર નિર્ભયા જેવી ક્રૂરતા આચરવામાં આવી. 5 યુવકે અપહરણ કરી 2 દિવસ સુધી રેપ કર્યો. તેના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો. ત્યારબાદ તેને રસ્તા પર ફેંકીને ભાગી ગયા. મહિલા રસ્તા પર એક બોરીમાંથી મળી આવી, ત્યારે પણ સળિયો તેના શરીરમાં હતો.

મહિલાનો ઈલાજ દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. પોલીસે આ સંબંધમાં દિનુ, શાહરુખ, જાવેદ, ધોલા, ઔરંગઝેબ ઉર્ફે ઝહીર વિરુદ્ધ કેસ નોંધ્યો છે, જેમાંથી 4ની પૂછપરછ ચાલી રહી છે.

ભાઈના જન્મ દિવસે બની ઘટના

મહિલાના ભાઈએ કહ્યું- ઘટના 16 ઓક્ટોબરની છે. બહેન મારી બર્થડે પાર્ટીમાં આવી હતી. પાર્ટી પત્યા પછી હું રાત્રે 9.30 વાગ્યે દિલ્હી આશ્રમ રોડ નંદગ્રામ હાઈવે તેને મૂકવા ગયો હતો, જ્યાં બહેન રિક્ષાની રાહ જોઈ રહી હતી. રાત્રે 11.30 વાગ્યે ભાણિયાએ ફોન કરી જણાવ્યું કે મમ્મી ઘરે પહોંચી નથી. ત્યાર પછી મેં તપાસ કરી પણ કંઈ માહિતી મળી નહીં.

પીડિતાનું અપહરણ કર્યા બાદ બળાત્કાર

પોલીસ FIR અનુસાર, પીડિતાને સ્કોર્પિયો સવાર યુવક બંદૂક બતાવી અપહરણ કરી લઈ ગયા. ગાડીમાં 4 લોકો હતા. તે લોકો પીડિતાને સૂમસામ જગ્યાએ લઈ ગયા. એ જગ્યાએ એક યુવક પહેલાંથી હાજર હતો. પાંચેય લોકોએ 2 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું. ત્યાર પછી હાથ-પગ બાંધ્યા અને બોરીમાં બાંધી રસ્તા પર ફેંકી જતા રહ્યા.

આરોપી અને પીડિતા પરિચિત-પોલીસ

ગાઝિયાબાદના SP સિટી નિપુણ અગ્રવાલે કહ્યું, ‘પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું કે તે નંદનગરી દિલ્હીની રહેવાસી છે અને એક દિવસ પહેલાં જ નંદગ્રામ વિસ્તારની બોમ્બે કોલોનીમાં તેના ભાઈના ઘરે જન્મદિવસ ઊજવવા આવી હતી. જ્યારે તેનો ભાઈ તેને છોડી પરત ફરી રહ્યો હતો ત્યારે કેટલાક લોકો તેને ત્યાંથી લઈ ગયા, જેઓ પહેલાંથી જ પરિચિત હતા.

18 ઓક્ટોબરના રોજ સવારે 3.30 વાગ્યે નંદગ્રામ પોલીસ સ્ટેશનને UP-112 દ્વારા માહિતી મળી હતી કે આશ્રમ રોડ પાસે એક મહિલા રસ્તામાં પડેલી મળી છે. પોલીસ ત્યાં પહોંચી અને મહિલાને હોસ્પિટલ લઈ ગઈ.’

સ્વાતિ માલીવાલે ગાઝિયાબાદ પોલીસને નોટિસ આપી

દિલ્હી મહિલા આયોગ (DCW)નાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વીટ કરીને કહ્યું, ‘દિલ્હીની યુવતી રાત્રે ગાઝિયાબાદથી પરત આવી રહી હતી, તેને બળજબરીથી કારમાં બેસાડી 5 લોકોએ 2 દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો. તેના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો. રસ્તા પર કોથળામાંથી મળી, સળિયો તેની અંદર જ હતો. હોસ્પિટલમાં જીવન-મૃત્યુ માટે લડાઈ લડી રહી છે.

Back to top button