ટ્રેન્ડિંગનેશનલલાઈફસ્ટાઈલહેલ્થ

ફરી ફેલાઇ રહ્યો છે નિપાહ વાઇરસઃ લક્ષણો જાણી લેજો નહીંતર થશે સમસ્યા

  • કેરળ પર નિપાહ વાઇરસનો ખતરોઃ કોઝીકોડમાં બેનાં મોત
  • અગાઉ પણ ફેલાઇ ચુક્યો છે નિપાહ વાઇરસ
  • WHOએ આપી લોકોને જાગૃત કરવાની સલાહ

કેરળના આરોગ્ય વિભાગે સોમવારે કોઝીકોડ જિલ્લામાં બે લોકોનાં અકુદરતી મૃત્યુ પછી નિપાહ વાયરસ સંબંધિત ચેતવણી જારી કરી છે. આરોગ્ય વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ખાનગી હોસ્પિટલમાં તાવ આવ્યા બાદ બે લોકોનાં ‘અકુદરતી’ મૃત્યુની જાણ કરવામાં આવી છે અને એવી શંકા છે કે નિપાહ વાઈરસ તેમના મૃત્યુનું કારણ હોઈ શકે છે.

2018 અને 2021માં પણ ફેલાયો હતો નિપાહ વાઇરસ

2018 અને 2021માં કોઝીકોડ જિલ્લામાં નિપાહ વાઈરસના કારણે મૃત્યુ પણ નોંધાયાં હતાં. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે મૃતકોમાંથી એકના સંબંધીને પણ ઇમર્જન્સીમાં દાખલ કરવામાં આવ્યા છે. ખરેખર નિપાહ વાઈરસનો પહેલો કેસ કોઝીકોડમાં 19 મે, 2018ના રોજ નોંધાયો હતો. તે સમયે આના કારણે 17 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

શું કહે છે WHO

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર નિપાહ વાઇરસ એ ઝડપથી ઊભરી રહેલો વાઈરસ છે, જે પ્રાણીઓમાંથી લોકોમાં ફેલાય છે અને તે દૂષિત ખોરાક દ્વારા અથવા સીધા એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં પણ ફેલાય છે.

શું છે આ નિપાહ વાઇરસ?

નિપાહ વાઇરસ એ એક ઝૂનોટિક રોગ છે જે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે. તે ખાસ કરીને ચામાચીડિયા દ્વારા ફેલાય છે, પરંતુ આ સિવાય તે ડુક્કર, બકરા, ઘોડા, કૂતરા અને બિલાડીઓ દ્વારા પણ ફેલાઈ શકે છે. સૌથી મહત્વની બાબત એ છે કે તે હવા દ્વારા ફેલાતો નથી, પરંતુ કોઈપણ વસ્તુ અથવા ફ્યુલ્ડ ડ્રોપલેટ્સ દ્વારા ફેલાઈ શકે છે.

ફરી ફેલાઇ રહ્યો છે નિપાહ વાઇરસઃ લક્ષણો જાણી લેજો નહીંતર થશે સમસ્યા hum dekhenge news

નિપાહ વાયરસના લક્ષણો

નિપાહ વાયરસના ચેપ પછી શરીરમાં અનેક પ્રકારની સમસ્યા દેખાઈ શકે છે. ઉદાહરણ તરીકે, મગજમાં સોજો અને એન્સેફાલીટીસ જેવી ખતરનાક બિમારી થઈ શકે છે. તેના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ વગેરે છે. તે જ સમયે, ગંભીર ઉલ્ટી પણ થઈ શકે છે. તેના ગંભીર લક્ષણોમાં પેટમાં દુખાવો, હુમલા અને કોમામાં ચાલ્યા જવાનો સમાવેશ થાય છે. WHOના જણાવ્યા અનુસાર, નિપાહથી મરનારા લોકોની સંખ્યા 40 થી 75 ટકાની વચ્ચે છે.

નિપાહ વાયરસથી રક્ષણ

WHOના જણાવ્યા અનુસાર, નિપાહ વાયરસ સામે રક્ષણ આપવા માટે હાલમાં કોઈ દવા કે વેક્સિન બજારમાં ઉપલબ્ધ નથી. જો તમે નિપાહ વાયરસથી રાહત મેળવવા માંગતા હો, તો તેના પ્રારંભિક લક્ષણો દેખાય કે તરત જ સમય બગાડ્યા વિના ડૉક્ટરની સલાહ લો.

રોગથી બચવા લોકોને જાગૃત કરવા જરૂરીઃ WHO

WHOના જણાવ્યા અનુસાર, જો આપણે નિપાહ વાયરસને ખતમ કરવા ઈચ્છીએ છીએ અથવા તેના વધતા જતા કેસોને કાબૂમાં લેવા ઈચ્છીએ છીએ, તો વધુને વધુ લોકોને તેના વિશે જાગૃત કરવા જોઇએ. આ રોગ વિશે શક્ય તેટલી જનતાને જાગૃત કરવી ખૂબ જ જરૂરી છે જેથી કરીને આ રોગના લક્ષણોને નજીવો તાવ કે ફ્લૂ ગણીને તેની અવગણના ન થાય.

આ પણ વાંચોઃ ડીઝલ કાર થશે મોંઘી? કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી આ મોટી જાહેરાત

Back to top button