ટ્રેન્ડિંગનેશનલહેલ્થ

કોરોના કરતા પણ ખતરનાક છે નિપાહ વાઇરસઃ જાણો ICMRનો નિર્ણય

Text To Speech
  • નિપાહ વાઇરસનો મૃત્યુદર કોરોના કરતા વધુ હોવાથી લોકો ચિંતિત
  • આઇસીએમઆરના ડીજીએ ઓસ્ટ્રેલિયાથી એન્ટીબોડીઝ મંગાવવાની વાત કહી
  • રાજ્ય સરકાર એક્શનમાં, શબરીમાલા અંગે ગાઇડલાઇન જારી કરાશે

તાજેતરમાં કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસના કારણે બે લોકોના મોત અને પાંચ શંકાસ્પદ લોકોની પુષ્ટિ થયા બાદ ખળભળાટ મચી ગયો છે. જેમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ (ICMR)ના ડીજી રાજીવ બહલે ડેટા જાહેર કર્યો છે. નિપાહ વાયરસમાં મૃત્યુદર 40-70 ટકાની વચ્ચે છે. તે જોતા નિપાહ વાઇરસને કોરોના કરતા પણ ખતરનાક માનવામાં આવી રહ્યો છે.

નિપાહ વાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક કેમ?

ICMRના ડીજી રાજીવ બહલે જણાવ્યુ કે આ વાયરસથી ઇન્ફેક્ટેડ 100 લોકોમાંથી 40-70 લોકોના મોતનો ખતરો છે. કોરોના ચેપમાં મૃત્યુ દર માત્ર 2-3 ટકા હતો. નિપાહમાં સંક્રમિત લોકોનો મૃત્યુદર સરખામણીમાં ઘણો વધારે છે. જે 40 થી 70 ટકા વચ્ચે છે. હાલમાં તેના ઇન્ફેકશનથી બચવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. આ રીતે આ વાઇરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક માનવામાં આવે છે.

કોરોના કરતા પણ ખતરનાક છે નિપાહ વાઇરસઃ જાણો ICMRનો નિર્ણય hum dekhenge news

ICMRએ શું લીધો નિર્ણય?

નિપાહ વાયરસને રોકવા માટે, કેન્દ્ર સરકારે ઓસ્ટ્રેલિયાથી મોનોક્લોનલ એન્ટિબોડીઝના 20 ડોઝ ખરીદવાનો નિર્ણય કર્યો છે. ICMR ચીફે કહ્યું, ‘વર્ષ 2018 માં, અમે ઓસ્ટ્રેલિયાથી મોનોક્લોનલ એન્ટિબોડીઝના કેટલાક ડોઝ લીધા હતા. હાલમાં આ ડોઝ માત્ર 10 દર્દીઓ માટે ઉપલબ્ધ છે. 20 વધુ ડોઝ ખરીદી રહ્યા છીએ. પરંતુ આ દવા ઇન્ફેકશનના પ્રારંભિક તબક્કામાં આપવી પડે છે.’

શબરીમાલા યાત્રાળુઓ માટે ગાઇડલાઇન

કેરળ હાઇકોર્ટે શુક્રવારે કેરળ રાજ્ય સરકારને નિપાહ વાઇરસ સંદર્ભે નવી ગાઇડલાઇન રજૂ કરવા જણાવ્યુ છે. આ ગાઇડલાઇન શબરીમાલા યાત્રાળુઓ માટે હોવી જોઇએ, જેથી કરીને નિપાહ વાઇરસનું સંક્રમણ અટકાવી શકાય. હાઇકોર્ટે ત્રાવણકોર દેવાસ્વોમ બોર્ડના કમિશ્નરને આરોગ્ય સચિવ સાથે બેઠક કરીને આ મુદ્દે ચર્ચા કરવા જણાવ્યુ છે.

આ પણ વાંચોઃ Nipah Virus: દેશ પર નિપાહ વાયરસનો ખતરો, કેરળમાં વધુ એક કેસ

Back to top button