ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલહેલ્થ

કેરળમાં ‘નિપાહ’નું એલર્ટ, કોઝિકોડમાં 2 લોકો બન્યા મોતનો કોળિયો

Text To Speech

કેરળમાં ફરી નિપાહ વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. લોકો પર હવે નિપાહ વાયરસ નામનો ખતરો મંડરાઈ રહ્યો છે. જી હાં, કેરળના કોઝિકોડ જિલ્લામાં બે લોકોના અકુદરતી મૃત્યુ પછી નિપાહ વાયરસ સંબંધિત ચેતવણી જારી કરી છે. કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે નિવેદનમાં કહ્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં તાવ આવ્યા બાદ બે લોકોના ‘અકુદરતી’ મૃત્યુ થયા છે અને એવી શંકા છે કે નિપાહ વાયરસ તેમના મૃત્યુનું કારણ હોઈ શકે છે.

2018 અને 2021માં ‘નિપાહ’થી થયા હતા મોત

2018 અને 2021માં કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસના કારણે મૃત્યુ પણ નોંધાયા હતા. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે મૃતકોમાંથી એકના સંબંધીને પણ સઘન સંભાળ એકમમાં દાખલ કરવામાં આવ્યો છે. ખરેખર, નિપાહ વાયરસનો પહેલો કેસ કોઝિકોડમાં 19 મે 2018ના રોજ નોંધાયો હતો. તે સમયે આના કારણે 17 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

NIPAH Virus

 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર નિપાહ વાયરસ એક ઝૂનોટિક રોગ છે. ચેપગ્રસ્ત લોકોમાં, તે એસિમ્પટમેટિક ચેપથી લઈને શ્વસન બિમારી અને જીવલેણ એન્સેફાલીટીસ સુધીના વિવિધ રોગોનું કારણ બને છે. WHOએ કહ્યું કે આ વાયરસ ડુક્કર જેવા પ્રાણીઓમાં પણ ગંભીર રોગ પેદા કરી શકે છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન પણ થઈ શકે છે.

 

Nipah Virus-HDNEWS

આ પણ વાંચો: ‘INDIA’ ગઠબંધનમાં જોવા મળી શકે છે વિખવાદ, AAPએ હરિયાણામાં એકલા હાથે ચૂંટણી લડવાની કરી જાહેરાત

Back to top button