ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા માર્કેટ યાર્ડ માંથી જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

Text To Speech
  • ડીસા દક્ષિણ પોલીસે 10.26 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો

બનાસકાંઠા 10 ઓગસ્ટ 2024 : ડીસા માર્કેટયાર્ડમાં દક્ષિણ પોલીસે રેડ કરી એક બંધ દુકાનમાં જુગાર રમી રહેલા નવ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે તેઓની પાસેથી રૂપિયા 60 હજાર ઉપરાંતની રોકડ રકમ સહિત કુલ રૂપિયા 10.26 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.

શ્રાવણ મહિનો શરૂ થતા જ જુગાર રસીકો ખૂણેખાંચરે જુગારની મહેફિલો જમાવી રહ્યા છે. ત્યારે પોલીસ પણ જુગારીયાઓને પકડવા સતર્કતા દાખવી રહી છે. ત્યારે ડીસા અનાજ માર્કેટયાર્ડમાં એક બંધ દુકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી ડીસા દક્ષિણ પોલીસને મળી હતી. જેથી ડીસા ડીવાયએસપી સી. એલ. સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા દક્ષિણ પીઆઇ કે. બી. દેસાઈએ પોલીસ સ્ટાફ સાથે માર્કેટયાર્ડમાં એક બંધ દુકાનમાં ઓચિંતી રેડ કરતા જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જો કે પોલીસે જુગાર રમી રહેલા નવ શખ્સોને ઝડપી લીધા હતા.
પોલીસે તેઓની પાસેથી ₹60870 રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન, બાઇક અને બે કાર મળી કુલ ₹10,26,870 નો મુદ્દામલ જપ્ત કરી તમામને ડીસા દક્ષિણ પોલીસ મથકે લવાયા હતા. પોલીસે તમામ સામે જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જુગાર રમતા ઝડપાયેલા શખ્સો

(1) દાનિશભાઈ લક્ષ્મણભાઈ પટેલ રહેવાસી ચમનપુરા, તા.દયોદર (2) કાંતિભાઈ ભુદરજી માળી રહેવાસી વડીયા (3) નારણભાઇ હેમતાજી માળી રહેવાસી આકાશવિલા સોસાયટી, ડીસા (4) પ્રતિકભાઈ કનકભાઈ જોષી રહેવાસી વડિયા,તા દિયોદર (5) ડુંગરાભાઈ માનાજી રાજપૂત રહેવાસી.ગણતા, તા.લાખણી (6) મેદારામ દાનાજી ચૌધરી રહેવાસી ડીસા માર્કેટયાર્ડ, દુકાન નં.223 મૂળ રહેવાસી.રાણીવાડા જિ.સાંચોર, રાજસ્થાન (7) કમલેશકુમાર પરસોત્તમભાઈ જોષી રહેવાસી રાનેર,તા.કાંકરેજ (8) પ્રકાશભાઈ સવરામભાઈ જોષી રહેવાસી ડીસા માર્કેટયાર્ડ,મૂળ રહેવાસી શક્તિનગર સોસાયટી સોસાયટી, દિયોદર (9) પ્રતિકભાઈ મહેન્દ્રભાઈ પટેલ રહેવાસી. કૃષ્ણગર સોસાયટી,ચંડીસર તા.પાલનપુર

આ પણ વાંચો : બનાસકાંઠા : જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઠેર ઠેર હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીનું આયોજન

Back to top button