ટ્રેન્ડિંગધર્મવિશેષ

પિતૃ પક્ષના નવ દિવસ બાકીઃ આ નવ ઉપાયોથી પિતૃઓને કરો પ્રસન્ન

  • હવે પિતૃ પક્ષના માત્ર નવ દિવસ જ બાકી છે, જો આ સમય દરમિયાન તિથિ પ્રમાણેના ઉપાયો કરવામાં આવે તો તમારુ આખું વર્ષ સારુ રહેશે. તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાયેલી રહેશે

પિતૃ પક્ષમાં પૂર્વજો 16 દિવસ માટે પૃથ્વી પર આવે છે અને તેમના પરિવારના સભ્યોને આશીર્વાદ આપે છે. તેથી પિતૃ પક્ષમાં શ્રાદ્ધ વિધિ અને તર્પણનું વધુ મહત્વ છે. એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ પિતૃ દોષથી પીડિત હોય તો આ દિવસોમાં દાન પુણ્ય કાર્ય કરવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે. હવે પિતૃનપક્ષના માત્ર નવ દિવસ જ બાકી છે, જો આ સમય દરમિયાન તિથિ પ્રમાણેના ઉપાયો કરવામાં આવે તો તમારુ આખું વર્ષ સારુ રહેશે. તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાયેલી રહેશે અને તમને વંશ વૃદ્ધિના આશીર્વાદ પણ મળશે. ચાલો જાણીએ પિતૃ પક્ષના તિથિ અનુસાર ઉપાય.

6 ઓક્ટોબર 2023, શુક્રવાર, આઠમનું શ્રાદ્ધ

આઠમનું શ્રાદ્ધ શુક્રવારે રાખવામાં આવશે. આ દિવસે તમારે એક બ્રાહ્મણને ખીર અર્પણ કરવી જોઈએ. સાથે જ દેવી લક્ષ્મીને ખીર અર્પણ કરવી તમારા માટે ખૂબ ફળદાયી રહેશે.

7 ઓક્ટોબર 2023, શનિવાર, નોમનું શ્રાદ્ધ

નોમનું શ્રાદ્ધ 7 ઓક્ટોબર શનિવારના રોજ છે. આ દિવસે તમારે વિવાહિત સ્ત્રીને ભોજન કરાવવું જોઈએ. તેમજ કોઈપણ પ્રકારનું ભોજન અને ફળનું દાન કરવું જોઈએ.

પિતૃ પક્ષના માત્ર નવ દિવસ બાકીઃ આ નવ ઉપાયોથી પિતૃઓને કરો પ્રસન્ન hum dekhenge news

8 ઓક્ટોબર 2023, રવિવાર, દસમનું શ્રાદ્ધ

દસમું શ્રાદ્ધ રવિવારના રોજ થશે . આ દિવસે પાણીમાં તલ મિક્સ કરીને સૂર્યને જળ અર્પિત કરો. ધ્યાન રાખો કે પાણી દક્ષિણ દિશા તરફ મુખ કરીને આપવું જોઈએ.

9 ઓક્ટોબર 2023, સોમવાર, એકાદશીનું શ્રાદ્ધ

એકાદશીનું શ્રાદ્ધ 9 ઓક્ટોબર સોમવારે છે. આ દિવસે તમારા પૂર્વજોના મોક્ષ માટે ઈન્દિરા એકાદશીનું વ્રત કરો. સાથે જ જો તમે આ દિવસે વ્રત ન રાખતા હોવ તો એકાદશીના નિયમોનું પાલન કરો અને ઈન્દિરા એકાદશીની કથા અવશ્ય વાંચો.

11 ઓક્ટોબર 2023, બુધવાર, બારસનું શ્રાદ્ધ

બારસનું શ્રાદ્ધ 11 ઓક્ટોબર બુધવારે કરવામાં આવશે. મંગળવારના રોજ બીજી અગિયારસ હોવાથી બારસનું શ્રાદ્ધ બુધવારે કરાશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઋષિ-મુનિઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. તેથી, આ દિવસે ઋષિ અને સાધુને અવશ્ય ભોજન કરાવો.

12 ઓક્ટોબર 2023, ગુરુવાર, તેરસનું શ્રાદ્ધ

આ દિવસે ભગવાન શિવનો પંચામૃતથી અભિષેક કરો. તમારા પૂર્વજોના ઉદ્ધાર માટે પણ પ્રાર્થના કરો.

13 ઓક્ટોબર 2023, ચૌદશનું શ્રાદ્ધ

ચતુર્દશી કે ચૌદસનું શ્રાદ્ધ 13 ઓક્ટોબર શુક્રવારે છે. જેનું અકાળે મૃત્યુ થયું હોય તેનું શ્રાદ્ધ આ દિવસે કરવામાં આવે છે. આ દિવસે ગાય, બિલાડી, કૂતરા અને કાગડાને ભોજન કરાવવું જોઈએ. ખોરાકનો એક ભાગ પણ બહાર કાઢીને નિર્જન જગ્યાએ છોડી દેવો જોઈએ.

14 ઓક્ટોબર 2023, શનિવાર સર્વ પિતૃ અમાવાસ્યા

શનિવાર 14 ઓક્ટોબર, સર્વ પિતૃ અમાસના દિવસે તમારા પૂર્વજોનું ધ્યાન કરો અને ઓછામાં ઓછા એક બ્રાહ્મણને ભોજન કરાવો. સાંજે એક દીવો પ્રગટાવો અને સંધ્યાકાળે તેને ઘરની બહાર દક્ષિણ દિશામાં રાખો.

Back to top button