ગુજરાતટોપ ન્યૂઝ

મોરબી દુર્ઘનામાં 143 લોકોનો ભોગ લેનારા ઝડપાયા, હવે સત્ય બહાર આવશે

Text To Speech

મોરબીની ગોઝારી દુર્ઘટનામાં નવ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ઓરેવા ટ્રસ્ટના જયસુખભાઈ પટેલના અંગત વ્યક્તિ દીપક પારેખ સહિત નવ ઝડપાયા છે. તેમાં કંપનીના મેનેજર દિનેશ દવેની પણ ધરપકડ કરવામાં આવી છે. તથા તમામ આરોપીઓના રિમાન્ડ મંગાશે.

મોરબી બ્રિજ દુર્ઘટના
મોરબી બ્રિજ દુર્ઘટના

આ પણ વાંચો: શું હિન્દુ, શું મુસલમાન…! મોરબી દુર્ઘટનામાં આટલા મુસલમાનોના મોત

પકડાયેલ 9 આરોપીઓના નામ:

– પ્રકાશ પરમાર(ધ્રાંગધા)63 વર્ષ
– દેવાંગ પરમાર(ધ્રાંગધા)31
– અલ્પેશ ગોહિલ(દાહોદ)25
– દિલીપ ગોહિલ(દાહોદ)33
– મુકેશ ચૌહાણ(દાહોદ)26
– દિપક પારેખ(મોરબી)44
– દિનેશ દવે(મોરબી)41
– મનસુખ ટોપીયા(મોરબી)59
– માદેવ સોલંકી( મોરબી)36

MORBI BRIDGE COLLAPSE
 

આ પણ વાંચો: મોરબી દુર્ઘટના બાદ જાગ્યું પ્રશાસન, અટલ બ્રિજ પર આટલાથી વધુ લોકો નહીં જઈ શકે

2 રિપેરિંગનું કામ કરનાર કોન્ટ્રાકટર પિતા પુત્રની ધરપકડ

મોરબી દુર્ઘટનાના આરોપીઓને મેડિકલ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. અટકાયત કરાયેલા આરોપીઓને 2 જીપમાં લાવવામાં આવ્યા છે. જેમાં આરોપીઓ પૈકી 2એ મોઢે રૂમાલ બાંધી મો છુપાવ્યું હતુ. તેમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ 2 મેનેજર છે. તથા 2 રિપેરિંગનું કામ કરનાર કોન્ટ્રાકટર પિતા પુત્ર છે. તેમજ 3 સિક્યુરિટી ગાર્ડ સાથે 2 ટિકિટ ક્લાર્ક ઝડપાયા છે.

મોરબીમાં હોનારત
મોરબીમાં હોનારત

મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોની પુછપરછ

ઉલ્લેખનીય છે કે મોરબીમાં દુર્ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં 9 લોકોની અટકાયત કરી છે. જેમાં મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. તેમજ ટિકિટ આપનાર વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે. તથા ઓરેવાના મેનેજર અને મેન્ટેન્સ એન્જિ. સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં FSL ઘટનાસ્થળે પહોંચી છે. તેમજ બ્રિજ પર પહોંચીને દુર્ઘટના અંગે અભ્યાસ શરૂ કર્યો છે.

Back to top button