ગુજરાત

બિલ્ડર એસોસિએશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે નીમેષભાઈ પટેલની વરણી, ઈતિહાસમાં પહેલી વખત પ્રેસિડન્ટ તરીકે કોઈ ગુજરાતીની વરણી

બિલ્ડર એસોસિએશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે નીમેષભાઈ ડી. પટેલની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે અમદાવાદના કર્ણાવતી હોલના ગોલ્ડન ગ્લોરી હોલમાં તેમના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. નીમેષ પટેલ પહેલા ગુજરાતી છે, જે પ્રમુખ બન્યા છે. બિલ્ડર એસોસિએશન ઑફ ઇન્ડિયાના 88 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત પ્રમુખ તરીકે કોઈ ગુજરાતની વરણી કરવામાં આવી છે. તેમની આ નિમણૂક સમયે સમગ્ર દેશમાંથી 500 જેટલા ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

આ નિમણૂક સમયે સમગ્ર દેશમાંથી 500 જેટલા ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન શિયાળ, ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યાં હતા. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે કર્ણાવતી ક્લબના પ્રેસિડન્ટ એન.જી.પટેલ,  ગણેશ હાઉસિંગ ગ્રુપના શેખરભાઈ પટેલ, સી.એમ.ડી મેટ્રોગ્લોબલ લી.ના ગૌતમભાઈ જાની, ઉમિયાધામ-ઉંઝાના પ્રમુખ બાબુભાઈ જે. પટેલ, સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરીયા, ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ યુનિયનના ચેરમેન ઘનશ્યામભાઈ અમીન તથા કો.ઓપરેટીવ બેંક ઓફ ઈન્ડીયાના ચેરમેન ઉપસ્થિત રહ્યાં હતા. આ તમામ મહાનુભવોએ નીમેષભાઈ ડી. પટેલને બિલ્ડર એસોસિએશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે નીમાયા તે બદલ શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ ગણેશ સ્તુતિ ત્યારબાદ કથક નૃત્ય રજૂ કરીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ  મંચ ઉપર ઉપસ્થિત મહેમાનોને  મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. મંચ ઉપર  ઉપસ્થિત તમામ મહેમાનોએ ડો. નીમેષભાઈ પટેલને ફૂલોનો હાર પહેરાવીને તેમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિતિ વિશેષ અતિથિઓએ પણ નીમેષભાઈને અભિનંદન પાઠવી તેમના કામની સરહના કરી હતી.

આ કાર્યક્રમમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ મંચ ઉપર ઉપસ્થિત મહેમાનોને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે ઉપસ્થિતિ વિશેષ અતિથિઓએ પણ નીમેષભાઈને અભિનંદન પાઠવી તેમના કામની સરહના કરી હતી

તમામ ગુજરાતીઓ યાદ કર્યા
બિલ્ડર એસોસિએશન ઑફ ઈન્ડિયાના નવનિયુક્ત પ્રમુખ નીમેષ પટેલે સૌપ્રથમ તમામ લોકોનો આભાર માન્યો હતો. આ સાથે જ તેમને લગભગ તમામ ગુજરતી મહાનુભવો જેમકે મહાત્મા ગાંધી,સરદાર વલ્લભભાઈ પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કરશનભાઈ પટેલને યાદ કર્યા હતા.

PM અને ગૃહમંત્રીનો આભાર માની દેશના વિકાસમાં ફાળો આપવાની વાત ઉચ્ચારી
નીમેષ પટેલે જણાવ્યું હતું કે, “દેશના વડાપ્રધાન દેશને વિકાસ અને વિશ્વગુરુ બનાવવા માટેના અથાગ પ્રયાસો કરી રહ્યા છે. જેમાં બિલ્ડર એસોસિએશન ઓફ ઈન્ડિયાના 200થી વધુ સેન્ટર અંદાજિત 1.50 લાખ સભ્યો વિકાસમાં ભાગીદારી આપશે.”

નીમેષ પટેલ ગૃહમંત્રી તથા સહકારીતા મંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, “દેશના નાગરિકો માટે કાયદો વ્યવસ્થા તેમજ સુરક્ષા જળવાઈ રહે તે માટે તેમજ આશરે 6 લાખ ગામડાનાં આર્થિક રીતે પછાત રહેલી જનતાને સમૃદ્ધ કરવાનું કાર્ય માટે સતત પ્રયત્નશીલ છે. તેમનુ આ કાર્ય પદનીય છે.”

મહાનુભવોએ નીમેષભાઈ ડી. પટેલને બિલ્ડર એસોસિએશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે નીમાયા તે બદલ શુભેચ્છા પાઠવી હતી

લોખંડ-સિમેન્ટ ભાવ અંગે કેન્દ્રને રજૂઆત કરાશે
નીમેષ પટેલે આ પ્રસંગે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પણ પ્રશંસા કરી કહ્યું હતું કે, “ગુજરાત રાજયનાં વિકાસ માટે CM ભુપેન્દ્રભાઈ પટેલ કટીબદ્ધ છે જે પ્રશંસનીય છે. બિલ્ડર એસોસિએશન ઑફ ઇન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કન્સ્ટ્રકશન ક્ષેત્રનાં વિકાસ માટે સતત સહયોગ આપશે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વર્તમાન સમયમાં લોખંડ, સિમેન્ટના ભાવ આસમાને પહોંચ્યાં છે. આજથી 6 વર્ષ પહેલાં જે લોખંડના ભાવ કરતાં ઘણાં જ ઉંચા છે, તે ભાવ કેવી રીતે નીચે આવે તેવા પ્રયાસો કરવામાં આવશે અને એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકારને પણ આવેદન આપવામાં આવશે.

નીમેષભાઈને જે તક મળી છે તેમાં તે મહત્તમ કામ કરે. અને કામ પણ એવું કરે કે ગુજરાતની સાથે સાથે ભારતનું પણ નામ રોશન થાયઃ કર્ણાવતી ક્લબના પ્રેસિડન્ટ એન.જી.પટેલ

ગુજરાત માટે આ સૌભાગ્યનો દિવસઃ ભારતીબહેન
સાંસદ ભારતીબહેન શિયાળે જણાવ્યું હતું કે, “ગુજરાત માટે આ સૌભાગ્યનો દિવસ છે. હું નીમેષભાઈ તથા તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેમને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. નીમેષભાઈ દિલ્હીની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા ત્યારે જે. પી.નડ્ડા સાહેબને મળ્યા હતા અને વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી હતી. ત્યારે તે મને પણ ત્યાં મળ્યા હતા. આ રાષ્ટ્રના નિર્માણમાં બીએઆઇનો ખૂબ મહત્વનો ફાળો છે. મોદી સાહેબનું પણ વિઝન તમામ ગરીબોને આવાસ આપવાનું છે.”

નીમેષભાઈએ પોતાના પ્રારંભિક પ્રવચનમાં લોખંડ-સિમેન્ટના ભાવ ઘટાડવા અંગે રજૂ કરાશે તેમ જણાવ્યું હતું

‘ગુજરાતની સાથે ભારતનું નામ રોશન થાય તેવું કામ કરે’
આ પ્રસંગે કર્ણાવતી ક્લબના પ્રેસિડન્ટ એન.જી.પટેલે સૌપ્રથમ  બિલ્ડર એસોસિએશન ઑફ ઇન્ડિયાના નવા અઘ્યક્ષને અભિનંદન પાઠવ્યા હતા. અને કહ્યું હતું કે, “નીમેષભાઈને જે તક મળી છે તેમાં તે મહત્તમ કામ કરે. અને કામ પણ એવું કરે કે ગુજરાતની સાથે સાથે ભારતનું પણ નામ રોશન થાય.”

1941માં બીજ રોપાયાં આજે વટવૃક્ષ
બિલ્ડર એસોસિએશન ઑફ ઇન્ડિયાની શરૂઆત 1941માં મહારાષ્ટ્રના પુણેમાં બ્રિગેડયર જેક્શને કરી હતી. એસોસિએશનનું હેડકર્વાટર મુંબઈમાં આવેલું છે. નીમેષભાઈ પટેલ વર્ષ 2009-10માં મેમ્બર તરીકે જોડાયા હતાં ત્યારબાદ 2018-20માં ગુજરાતના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું. 2020-21માં ભારતના ઉપાધ્યક્ષ તરીકે જ્યારે હવે અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.

Back to top button