નિકિતા પોરવાલ બની મિસ ઈન્ડિયા, બાળપણનું સપનું થયું સાકાર
મધ્યપ્રદેશ- 17 ઓકટોબર : મધ્યપ્રદેશની નિકિતા પોરવાલે ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2024નો ખિતાબ જીતી લીધો છે. હવે નિકિતા મિસ વર્લ્ડ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. નિકિતાનો ઉછેળ ઉજ્જૈનમાં થયો છે. પરંતુ તે છેલ્લા કેટલાક વર્ષોથી મુંબઈમાં રહે છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં નિકિતાએ ફેમિના મિસ ઈન્ડિયા મધ્યપ્રદેશનો ખિતાબ જીત્યો હતો. મિસઈન્ડિયાનો પરિવાર અત્યારે ખુશી અને ગર્વની લાગણી અનુભવી રહ્યોં છે. દેશની 29 સુંદરીઓમાંથી નિકિતા વિનર બની હતી.
WORLD – here she comes! 🤩
Ladies and gentlemen, welcome your new reigning queen, Nikita Porwal Femina Miss India World 2024. 👑#GrandFinaleOfFeminMissIndia2024 #60thFeminaMissIndia #FeminaMissIndia2024 #60YearsOfLegacy #60YearsOfFeminaMissIndia pic.twitter.com/aY4Qe9vg6B
— Miss India (@feminamissindia) October 17, 2024
દાદરાનગર હવેલીની રેખા પાંડે દ્ધતિય અને ગુજરાતની આયુષી તૃતીય સ્થાને રહી હતી. મિસ ઈન્ડિયા 2024માં 30 રાજ્યોના વિજેતાઓએ ભાગ લીધો હતો. સંગીતા બિજલાની, નિકિતા મ્હૈસલકર, અનીસ બઝ્મી, નેહા ધૂપિયા, બોસ્કો માર્ટિસ અને મધુર ભંડારકર સ્પર્ધાના જજ હતા. કાર્યક્રમમાં પ્રખ્યાત સંગીતકારોએ અદ્ભુત રજૂઆત કરી. ફેમિના મિસ ઈન્ડિયા 1980ના વિનર સંગીતા બિજલાનીએ જબરદસ્ત પરફોર્મ કર્યું હતું. અભિનેતા રાઘવ જુયાલ અને ગાયત્રી ભારદ્ધાજ પણ મંચ પર હાજર હતા.
આ પણ વાંચો : ત્રિરંગાને દર મહિને 21 સલામી આપીને ભારત માતાની જય બોલવું પડશેઃ મધ્યપ્રદેશ હાઈકોર્ટે આવી શરતે આપ્યા આરોપીને જામીન