AAPમાંથી રાજીનામું આપનાર નિખિલ સવાણીએ ભાજપનો ખેસ ધારણ કર્યો
- પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે નિખિલને ભાજપનો કેસરિયો ખેસ પહેરાવ્યો
- દિવાળીના શુભ દિવસે હું ભાજપ પરિવારમાં સામેલ થયો છું : નિખિલ સવાણી
અમદાવાદ : 11 નવેમ્બરે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર યુવા નેતા નિખિલ સવાણી (Nikhil Sawani) આજે (રવિવારે) ભાજપમાં જોડાયા છે. નિખિલ સવાણીએ પોતે આ અંગે જાહેરાત કરતા પોતાની સોશિયલ મીડિયામાં પોસ્ટમાં લખ્યું હતું કે “આજરોજ દિવાળીના શુભ દિવસે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે હું ભારતીય જનતા પાર્ટી પરિવારમાં સામેલ થયો છું.” આમ આદમી પાર્ટીમાં જોડાયા પહેલા નિખિલ સવાણી યૂથ કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે કાર્યરત હતા.
આજરોજ દિવાળીના શુભ દિવસે @BJP4Gujarat ના પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil સાહેબના વરદ હસ્તે હું ભારતીય જનતા પાર્ટી પરિવારમાં શામિલ થયો છું. pic.twitter.com/rFdZglNiYG
— Nikhil Savani (@NikhilSavani_) November 12, 2023
નિખિલ સવાણીએ શનિવારે આમ આદમી પાર્ટીમાંથી આપ્યું હતું રાજીનામું
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં શનિવારે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો. યુવા આપ નેતા નિખિલ સવાણીએ આપ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ હતું. જો કે, નિખિલ સવાણીએ ક્યા કારણે રાજીનામું આપ્યું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. રાજીનામું આપતા સમયે યુવા નેતાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “હું આમ આદમી પાર્ટીની તમામ જવાબદારીઓ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું.”
હું આમ આદમી પાર્ટીની તમામ જવાબદારીઓ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું.@isudan_gadhvi @AAPGujarat pic.twitter.com/cvIDrMXnEy
— Nikhil Savani (@NikhilSavani_) November 11, 2023
AAPમાં જોડાયા પહેલા નિખિલ સવાણી યૂથ કોંગ્રસના ઉપપ્રમુખ તરીકે કાર્યરત હતા
ઉલ્લેખનીય છે કે, નિખિલ સવાણીએ પાટીદાર અનામત આંદોલન વખતે સક્રિય ભુમિકા ભજવી હતી. હાર્દિક પટેલ અને નિખિલ સવાણી જુના મિત્રો રહેલા છે. નિખિલ સવાણી કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમને યૂથ કોંગ્રસના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જો કે, 8 જુલાઈ 2021ના રોજ પાર્ટીમાંથી નિખિલ સવાણીને કાઢી મૂકવામાં આવ્યા હતા અને ત્યારબાદ નિખિલ સવાણીએ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આ પણ જુઓ :ગુજરાતમાં સાયબર ફ્રોડની ઘટનાઓ વધી, ભાજપ સાંસદ સાથે છેતરપિંડી