ઉત્તર ગુજરાતગુજરાત

સુઈગામના બોરુમાં રાત્રિ સભા યોજાઈ, યોજનાઓનો અમલ કરવા કલેકટરની સૂચના

Text To Speech

સુઈગાઈમ, 22 ઓગસ્ટ 2024, બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં સુઈગામ તાલુકાના બોરુ ખાતે 21 ઓગસ્ટના રોજ રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની વિવિધ પ્રજાલક્ષી અને લોકાભિમુખ યોજનાઓની ગ્રામજનોને વિગતવાર માહીતી આપવામાં આવી હતી. તેમજ ગ્રામજનોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવવામાં આવ્યું હતું. કલેકટર મિહિર પટેલ દ્વારા ગામના વિકાસ માટે 5 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી.

યોજનાઓનો અમલ કરવા અધિકારીઓને સૂચના
તમામ અધિકારી/કર્મચારીઓને વધુ ફીલ્ડ વર્ક કરી સરકારની પ્રજાભિમુખ અને કલ્યાણકારી યોજનાઓની વધુમાં વધુ અસરકારક રીતે અમલવારી કરવા માટે સુચના આપવામાં આવી હતી. આ રાત્રિ સભામાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઇ.શેખ, સૂઇગામ પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી સહીત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ, સૂઇગામ તાલુકા વહીવટીતંત્રના અધિકારી/ કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃઅંધશ્રદ્ધ રોકવા અંગેના કાયદાને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી સમર્થન આપશે

Back to top button