ગાંધીધામમાં શનિવારે નાઈટ મેરેથોન દોડનું આયોજન, અનેક રૂટ રહેશે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ
ભુજ, 16 ફેબ્રુઆરી: ગાંધીધામ ખાતે આવતીકાલે શનિવારે, 17 ફેબ્રુઆરી 2024ના રોજ નાઇટ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જે મેરેથોન દોડનો રૂટ ભગવાન (ડી.પી.ટી.) ગ્રાઉન્ડથી ટાગોર રોડ માર્ગ ઉ૫૨ રોટરી સર્કલથી મુન્દ્રા સર્કલથી પરત તે જ રોટરી સર્કલથી ડૉ. હોતચંદાણી હોસ્પિટલથી ડૉ. હેમાંગ પટેલ હોસ્પિટલથી ઓસ્લો સર્કલથી પરત ડી.પી.ટી. ગ્રાઉન્ડ સુધી નક્કી કરવામાં આવેલો છે. નાઈટ મેરેથોન દોડને કારણે ગાંધીધામથી આદિપુર સુધી પસાર થતાં ટાગોર રોડ પર 17 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશબંધી કરવામાં આવી છે.
17 ફેબ્રુઆરી 2024ના રોજ સાંજે 5 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ગાંધીધામથી આદિપુર સુધી પસાર થતા ટાગોર રોડના બંન્ને તરફના માર્ગો જે ઓસ્લો સર્કલ ગાંધીધામથી મુન્દ્રા સર્કલ આદિપુર સુધી વાહનોની અવર જવર બંધ રહેશે, જેના વૈકલ્પિક માર્ગની વિગત અહીં આપેલી છે.
- કંડલા એરપોર્ટ ચાર રસ્તાથી રોટરી સર્કલ આવતા વાહનો માટે ગાંધીધામથી મુન્દ્રા હાઈવે મારફતે મુન્દ્રા જતા વાહનો સીધે-સીધા ગાંધીધામ-મુન્દ્રા હાઇવેનો ઉપયોગ કરી જઇ શકશે તેમજ મુન્દ્રાથી આવતા વાહનો રમાડા હોટલથી નર્મદા કેનાલથી ઉપરવાળા રસ્તેથી મેઘપર (કુંભારડી) થી આશાબા વે-બ્રીજથી નેશનલ હાઇવેથી અવર-જવર કરી શકશે.
- ગાંધીધામ શહેર ઓસ્લો સર્કલથી ગણેશનગર તરફ જતા રોડ ઉપર સથવારા ચોકડી થઇ સપનાનગર કિડાણા ચાર ૨સ્તા થઇ કિડાણા ગામ તરફથી કાસેઝથી અંતરજાળ સુધી બનતા નવા રોડ પરથી આદિપુર, મુન્દ્રા તરફથી તમામ પ્રકારના વાહનો અવર-જવર કરી શકશે.
- આદિપુર ડી.સી-૫ વિસ્તારમાંથી વાહનોને ટાગોર રોડ ઉપર આવવા માટે પ્રતિબંધ કરેલો હોવાથી ડી.સી-પ વિસ્તારના વાહન ચાલકો ગાંધીધામની કચેરીની પાછળ તરફના વાહન ચાલકો ડી.સી.-૫ થી જી.ડી ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી કાસેઝથી અંતરજાળ સુધી બનતા નવા રોડ પરથી અંતરજાળ રોયલ ક્રિષ્ના સોસાયટીથી મુન્દ્રા તરફ અવર-જવર કરી શકશે.
- ગાંધીધામ શહેરના ઓસ્લોથી આદિપુર જવા માટે ઓસ્લોથી ગાયત્રી મંદિર, રેડ ક્રોસ ચાર રસ્તાથી લીલાશા સર્કલથી અપનાનગર ચાર રસ્તાથી સુંદરપુરી પાણીના ટાંકા ચાર રસ્તાથી વોર્ડ-૯/બી ચોકડીથી ઓમ સિનેમાં સર્કલથી આદિપુર રામબાગ રોડથી અવર-જવર કરી શકશે તેમજ ઓમ સિનેમા સર્કલથી રાજવી ફાટક એરપોર્ટ રોડથી અંજાર તરફ અવર-જવર કરી શકશે.
17 ફેબ્રુઆરીના રોજ ભારે વાહનો પર 11 વાગ્યા પછી પ્રવેશ કરી શકશે
ગાંધીધામ શહેરમાં ભારે વાહન પ્રવેશબંધી બાબતે સવારના ૭:૦૦ કલાકથી રાત્રીના ૨૨:૦૦ કલાક સુધી ચાલુમાં છે, જેનો સમય તા.૧૭/૦૨/૨૦૨૪ પુરતો સવારના ૭:૦૦ કલાકથી રાત્રીના ૨૩:૦૦ કલાક રહેશે. આ જાહેરનામું સરકારી વાહનો/સરકારી કામે રોકવામાં આવેલાં વાહનો, પોલીસ અધિક્ષક કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, અંજારના આદેશાનુસાર સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરેલાં વાહનોને લાગુ પડશે નહીં.
આ પણ વાંચો: વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં જાણો કેવી રીતે SIT દ્વારા ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું