ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

નાઈજીરિયાએ Meta પર લગાવ્યો 220 મિલિયન ડૉલરથી વધુનો દંડ! કારણ જાણીને નવાઈ લાગશે

Text To Speech
  • નાઈજીરીયાની સરકાર દ્વારા ફેસબુક અને વોટ્સએપ ઓપરેટર મેટા વિરુદ્ધ મોટી કાર્યવાહી 

અબુજા, 20 જુલાઇ: નાઈજીરિયાએ ફેસબુક અને વોટ્સએપ ઓપરેટર મેટા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. નાઈજીરીયાની સરકારે શુક્રવારે ‘Meta’ પર 220 મિલિયન US ડૉલરનો જંગી દંડ લગાવ્યો છે. સરકારે જાહેર કરતાં કહ્યું હતું કે, તેમની તપાસમાં જાણવા મળ્યું છે કે કંપનીને ફેસબુક અને વોટ્સએપ સંબંધિત દેશના ડેટા પ્રોટેક્શન અને ગ્રાહક અધિકાર કાયદાનું “ઘણી વખત” ઉલ્લંઘન કરતાં પકડવામાં આવી છે. તેનો અર્થ એ છે કે, સરકારને સુરક્ષાના દૃષ્ટિકોણથી મેટા યોગ્ય લાગ્યું નથી. નાઇજિરીયાના ફેડરલ કોમ્પિટિશન એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન કમિશન (FCCPC)ના એક નિવેદનમાં એ પાંચ રીતો સૂચિબદ્ધ કરી છે, જેના થકી મેટાએ પશ્ચિમ આફ્રિકન દેશમાં ડેટાના કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.

 

આ પગલાં અંગે અધિકારીએ શું કહ્યું?

આ પદ્ધતિઓમાં અધિકૃતતા વિના નાઇજિરિયન લોકોના ડેટાને શેર કરવા, વપરાશકર્તાઓને તેમના ડેટાના ઉપયોગને નિર્ધારિત કરવાના અધિકારથી વંચિત કરવા અને ભેદભાવપૂર્ણ વ્યવહારની સાથે-સાથે બજારના વર્ચસ્વનો દુરુપયોગ પણ સામેલ છે. FCCPCના મુખ્ય કાર્યકારી અધિકારી અદામુ અબ્દુલ્લાહીએ એક નિવેદનમાં કહ્યું કે, “રેકોર્ડ પરના નોંધપાત્ર પુરાવાઓથી સંતુષ્ટ થયા પછી અને મેટા પક્ષકારોને તેમની સ્થિતિ સમજાવવાની દરેક તક પૂરી પાડ્યા પછી, કમિશને હવે અંતિમ આદેશ જારી કર્યો છે અને મેટા પક્ષકારો પર દંડ લાદવામાં આવ્યો છે.”

સુરક્ષા અને ગોપનીયતાનું ઉલ્લંઘન: નાઈજિરિયન સરકાર

નાઈજિરિયન સરકારના જણાવ્યા અનુસાર, મેટા કંપની નાગરિકોની ગોપનીયતા અને રાષ્ટ્રીય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી. ઉલ્લંઘનના અનેક મામલા બહાર આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. મેટાના પ્રવક્તાએ હજુ સુધી આ નિર્ણય પર ટિપ્પણી આપવાની વિનંતીનો જવાબ આપ્યો નથી. FCCPCએ Metaને US $220 મિલિયનનો દંડ ફટકાર્યો અને કંપનીને સ્થાનિક કાયદાઓનું પાલન કરવા અને નાઇજિરિયન ગ્રાહકોનું “શોષણ” કરવાનું બંધ કરવાનો આદેશ આપ્યો.

આ પણ જૂઓ: મસ્કે ફરી એકવાર માઈક્રોસોફ્ટની ઉડાવી મજાક, CEO સત્ય નડેલા પર સાધ્યું નિશાન

Back to top button