ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

BAZAR Pre-Open – નિફ્ટી નીચી ખુલવાની ધારણા, ટેરિફના કાઉન્ટ-ડાઉન વચ્ચે વૈશ્વિક બજારો ધરાશાયી

Text To Speech

મુંબઇ, 1 એપ્રિલ, 2025: નિફ્ટી આજે નીચા મથાળે ખુલે તેવી શક્યતા સેવાઇ રહી છે. કેમ કે હાલમા ગિફ્ટ નિફ્ટી 178 પોઇન્ટ ડાઉન બતાવે છે. ત્યારે સેન્સેક્સ પણ  500થી 700 પોઇન્ટ નીચે કુલે તેવી શક્યતા સેવાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ટેરિફની હવે 2, એપ્રિલના જેવા સાથે તેવાની નીતિમાં રેસિપ્રોકલ ટેરિફ લાદવાના અંતિમ કાઉન્ટ ડાઉન વચ્ચે ગઇકાલે વૈશ્વિક વેપાર સાઈકલ ખોરવાઈ જવાની દહેશત અને નિકાસ પર નિર્ભર દેશોની હાલત કફોડી બનવાના ભય વચ્ચે વૈશ્વિક બજારો ધરાશાયી થયા હતા. જોકે હાલમાં એશિયન બજારો જેમ કે નિક્કેઇ, હેંગસેંગ, તાઇવાન, કોસ્પી વધારાતરફી સંકેતો બતાવે છે.

આગામી દિવસોમાં ઘણા દેશોની અર્થવ્યવસ્થા ખોરવાઈ જવાના અનુમાનોએ ફંડોએ મોટાપાયે સેલિંગ કર્યું હતું. ભારતીય શેર બજારો સોમવારે બંધ રહ્યા હતા, પરંતુ સાંજે ગિફ્ટ નિફટીમાં 275 પોઈન્ટનું ધોવાણ બતાવાતુ હતું અને ગિફ્ટ નિફટી સાંજે 23370 નજીક હતી.

બીજા બાજુ ટ્રમ્પના ટેરિફના નવા રાઉન્ડની તૈયારીએ સૌથી વધુ પ્રભાવિત યુરોપના દેશો રહેવાની શકયતાએ આજે યુરોપના દેશોના બજારોમાં કડાકો બોલાઈ ગયો હતો. જર્મનીનો ડેક્ષ ગઇકાલે સાંજે 360 પોઈન્ટનો ઘટાડો, લંડન શેર બજારનો ફુત્સી 100 ઈન્ડેક્સ 103  પોઈન્ટનો કડાકો અને ફ્રાંસનો કેક 40 ઈન્ડેક્સ 129 પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. ટ્રમ્પ દ્વારા રશીયા પર ઓઈલ અંકુશો લાદવાની અને આકરા ટેરિફ જાહેર થવાની શકયતા વચ્ચે આજે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ મજબૂત રહ્યા હતા.

આ સાથે વૈશ્વિક અનિશ્ચિતતા વધી રહી હોઈ વિશ્વ બજારમાં ફંડો ફાઈનાન્શિયલ એસેટ્સમાંથી રોકાણ પાછુ ખેંચીને સેફ હેવન ગણાતાં સોનામાં સતત રોકાણ વધારી રહ્યા હોઈ વિશ્વ બજારમાં  સોનાના ભાવો આજે 3100 ડોલરની સપાટી કુદાવી જતાં વૈશ્વિક શેર બજારોમાં ધોવાણ વધતું જોવાયું હતું.

આ પણ વાંચોઃ પેટ્રોલ અને ડીઝલના વાહનો ઉપર સરકાર મોટો નિર્ણય લેશે? જાણો શું કહ્યું નીતિન ગડકરીએ

Back to top button