નિધિ તિવારી બન્યાં પીએમ નરેન્દ્ર મોદીના અંગત સચિવ


નવી દિલ્હી, 31 માર્ચ, 2025: નિધિ તિવારીની નિયુક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ Nidhi Tiwari તરીકે થઈ છે. મૂળ વારાસણીનાં આ IFS અધિકારીની આ બઢતી અંગે પર્સોનલ અને તાલીમ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
નિધિ તિવારી 2014ની બેચના વિદેશ સેવા અધિકારી છે. જોકે તેઓ વડાપ્રધાન કચેરી (પીએમઓ)માં નાયબ સચિવ તરીકે કામ કરી ચૂક્યાં છે. હવે તેમને વડાપ્રધાનના અંગત સચિવ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય 29 માર્ચે લેવામાં આવ્યો હતો. પર્સોનલ વિભાગની આ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, આઈએફએસ અધિકારી નિધિ તિવારી, જેઓ વડાપ્રધાન કાર્યાલયમાં નાયબ સચિવ તરીકે કાર્યરત છે તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકેની નિયુક્તિને મંજૂરી આપવામાં આવી છે.
નિધિ તિવારીને 2022માં પીએમઓમાં નાયબ સચિવ બનાવવામાં આવ્યાં હતાં. એ પહેલાં તેઓ વિદેશ મંત્રાલયમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતો માટે ફરજ બજાવી ચૂક્યાં છે.
અંગત સચિવના સ્વરૂપે નિધિ તિવારીની કામગીરી ઘણી વિશિષ્ટ રહેશે. તેમણે વડાપ્રધાનના કાર્યક્રમોનું સંકલન, વડાપ્રધાનની બેઠકોનું આયોજન તથા સરકારી વિભાગો સાથે સંકલન જેવી કામગીરી કરવાની રહેશે. હકીકતે પીએમઓમાં અગાઉ પણ ઘણાં મહિલા અધિકારીઓ ટોચના હોદ્દા પર કામગીરી કરી ચૂક્યાં છે. એ અનુસંધાને નિધિ તિવારીની આ નિયુક્તિ મહિલા સશક્તિકરણની દિશાના એક પગલા તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. ખાસ બાબત એ છે કે, નિધિ તિવારી વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારાસણીનાં છે. તેમને તેમની કામગીરીના આધારે જ આ બઢતી મળી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં પોલીસ પોતે જ રાજાપાઠમાં ફરે છે, દારુબંધી માય ફૂટઃ જુઓ વીડિયો
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD