- PFI સામે NIAએ ફરી મોટી કાર્યવાહી કરી
- NIAએ દેશભરમાં PFIના 17 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા
- NIAના અધિકારીઓ ચલાવી રહ્યા છે સર્ચ ઓપરેશન
પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) વિરુદ્ધ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મોટી કાર્યવાહી કરી છે. NIAએ દેશભરમાં PFIના વિવધ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. અને તપાસ એજન્સીઓેએ આ રાજ્યોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
PFIના વિવધ ઠેકાણાઓ પર NIAના દરોડા
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ભારતમાં પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે. NIAએ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર સહિત અનેક રાજ્યોમાં PFIના 17 સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા છે.
Bihar | NIA conducts raid on Dr Sarik Raza, a dentist located in the Urdu Bazaar of Darbhanga city and one Mehboob, a resident of Shankarpur village in Singhwara police station area, in connection with banned organisation Popular Front of India pic.twitter.com/bLX0vBgU4E
— ANI (@ANI) April 25, 2023
બિહારમાં સૌથી વધુ સ્થળો પર દરોડા
બિહારમાં મોટા ભાગના સ્થળો પર દરોડા માહિતી અનુસાર NIAએ બિહારમાં સૌથી વધુ 12 સ્થળો પર દરોડા પાડ્યા છે. એનઆઈએએ પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના સંબંધમાં દરભંગા શહેરના ઉર્દૂ બજારના ડેન્ટિસ્ટ ડૉ. સારિક રઝા અને સિંઘવારા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના શંકરપુર ગામના રહેવાસી મહેબૂબ પર દરોડા પાડ્યા હતા.
ગૃહ મંત્રાલયે PFI પર મુક્યો હતો પ્રતિબંધ
PFI પર ગયા વર્ષે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેના સહયોગીઓને ‘ગેરકાયદેસર સંગઠનો’ તરીકે જાહેર કર્યા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે, PFI અને તેની આનુષંગિક સંસ્થાઓ ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક અને સીરિયા જેવા આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથે સબંધ ધરાવે છે. અને આ બાબતે તપાસ એજન્સીઓને પુરાવા પમ મળ્યા હતા. જેથી તપાસ એજન્સીઓની ભલામણ પર ગૃહ મંત્રાલયે PFI પર પ્રતિબંધ મુક્યો હતો. પરંતુ ગુપ્તચર એજન્સીને એવા અહેવાલ મળ્યા છે કે પીએફઆઈએ ફરી એકવાર તેની સક્રિયતા વધારી દીધી છે.જેથી NIAએ ભારતમાં પ્રતિબંધિત PFIને સંપૂર્ણ રીતે નષ્ટ કરી નાખવા માટે મોટી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : “હું ટૂંક સમયમાં CM યોગીને મારી નાખીશ” ધમકી મળતા UPમાં હડકંપ