ટોપ ન્યૂઝનેશનલ

NIA આતંકવાદી હુમલાની તપાસ માટે પુંછ પહોંચશે, સેનાએ પાંચ શહીદોના નામ જાહેર કર્યા

Text To Speech

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની એક ટીમ આતંકી હુમલાની તપાસ માટે આજે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં પહોંચશે. આતંકીઓએ સેનાના એક વાહન પર ફાયરિંગ કર્યું હતું, જેમાં પાંચ જવાન શહીદ થયા હતા જ્યારે અન્ય એક ઘાયલ થયો હતો. આજે સવારે સેનાએ પાંચ શહીદોના નામ જાહેર કર્યા. દિલ્હીના આઠ ફોરેન્સિક નિષ્ણાતો સાથે NIAની ટીમ આજે બપોરે 12:30 વાગ્યે ઘટનાસ્થળે પહોંચશે. સેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે શહીદ થયેલા જવાનોની ઓળખ હવાલદાર મનદીપ સિંહ, લાન્સ નાઈક દેવાશિષ બસવાલ, લાન્સ નાઈક કુલવંત સિંહ, સિપાહી હરકિશન સિંહ અને સિપાહી સેવક સિંહ તરીકે થઈ છે. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ શુક્રવારે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પ વાંચો : SC આજે ગોધરાકાંડના 31 દોષિતોની જામીન અરજી પર સુનાવણી કરશે

ફાયરિંગમાં માર્યા ગયેલા સૈનિકો રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટના હતા અને તેઓ આ વિસ્તારમાં આતંકવાદ વિરોધી કામગીરી માટે તૈનાત હતા. હુમલા બાદ સુરક્ષા દળોએ બાટા-દોરિયા વિસ્તારના જંગલોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સુરક્ષા દળો આતંકવાદીઓને શોધવા માટે ડ્રોન અને સ્નિફર ડોગ્સનો ઉપયોગ કરી રહ્યા છે. હુમલાની તપાસ માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) પણ સ્થળ પર છે. ઘટનાના કલાકો પછી, નોર્ધન કમાન્ડે કહ્યું કે આ વિસ્તારમાં ભારે વરસાદ અને ઓછી દૃશ્યતાનો લાભ લઈને આતંકવાદીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે ત્રણ બાજુથી ગોળીબાર થયો અને ત્યારબાદ ગ્રેનેડ હુમલો થયો. ગ્રેનેડ હુમલા બાદ સેનાના વાહનમાં આગ લાગી હતી. જૈશ સમર્થિત આતંકવાદી જૂથ પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF) એ હુમલાની જવાબદારી લીધી છે. આ ઘટનામાં ચાર આતંકવાદીઓ સામેલ હોવાની આશંકા છે.

Back to top button