પ.બંગાળમાં ફરી NIAની ટીમ પર હુમલો, TMC નેતાની તપાસ દરમિયાન ટોળાએ કર્યો પથ્થરમારો
કોલકાતા (પશ્ચિમ બંગાળ), 06 એપ્રિલ: પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાના ભૂપતિનગરમાં શનિવારે સવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. NIAએ અધિકારીઓ તૃણમૂલ કોંગ્રેસના એક નેતાના ઘરે 2022 બ્લાસ્ટ કેસની તપાસ કરવા ત્યાં પહોંચ્યા હતા, ત્યારે ટોળાએ ટીમની કાર પર પથ્થરમારો કરીને તોડફોડ મચાવી હતી. જેના કારણે કારની વિન્ડસ્ક્રીનને નુકસાન થયું હતું. આ હુમલામાં એક અથવા બે અધિકારીને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. આ ઘટના સવારે 5.30 વાગ્યાની આસપાસ બની હતી. NIA ટીમ દ્વારા માનવેન્દ્ર ઝાના અને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. NIA અધિકારી માનવેન્દ્ર ઝાની ધરપકડ કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા.
#WATCH | West Bengal: NIA officers had to face protesters in Sandeshkhali while they were carrying out an investigation in connection with the Bhupatinagar, East Medinipur blast case. People allegedly tried to stop the NIA team from taking the accused persons along with them.… pic.twitter.com/UVoAO6uuPQ
— ANI (@ANI) April 6, 2024
પશ્ચિમ બંગાળમાં ફરી વાર NIAની ટીમ પર હુમલો
ભૂપતિનગરમાં 3 ડિસેમ્બર 2022ના રોજ થયેલા વિસ્ફોટમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા. ગયા મહિને NIAએ વિસ્ફોટના સંબંધમાં તૃણમૂલ કોંગ્રેસના 8 નેતાઓને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા. કેન્દ્રીય તપાસ એજન્સીએ આઠેય લોકોને અધિકારી સમક્ષ હાજર થવા જણાવ્યું હતું કારણ કે તેઓ અગાઉ તપાસમાં જોડાયા ન હતા. તેમને 28 માર્ચે ન્યુ ટાઉનમાં NIA ઓફિસની મુલાકાત લેવાનો નિર્દેશ આપ્યો હતો. NIAની ટીમ આ કેસના સંબંધમાં માનવેન્દ્ર ઝાની ધરપકડ કરવા ભૂપતિનગર પહોંચી હતી, ત્યારે ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો.
સંદેશખાલીમાં NIAની ટીમ પર હુમલો થયો હતો
બે મહિના પહેલા પણ પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં NIAની ટીમ પર હુમલો થયો હતો. ત્યારબાદ કેન્દ્રીય તપાસ એજન્સીના અધિકારીઓ સ્થાનિક ટીએમસી નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા ગયા હતા. શેખના સમર્થકોએ ED ટીમની સાથે રહેલા સેન્ટ્રલ ફોર્સના જવાનો પર પણ હુમલો કર્યો હતો. પથ્થરમારામાં ઘાયલ ત્રણ ED અધિકારીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. શાહજહાં શેખ બંગાળના પૂર્વ ખાદ્ય મંત્રી જ્યોતિ પ્રિયા મલ્લિકની નજીક છે અને હાલમાં સંદેશખાલીમાં મહિલાઓના જાતીય શોષણના આરોપમાં CBIની કસ્ટડીમાં છે. જ્યોતિ પ્રિયા મલ્લિક પશ્ચિમ બંગાળમાં કરોડો રૂપિયાના રાશન વિતરણ કૌભાંડ કેસમાં આરોપી છે. ગયા વર્ષના અંતમાં ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે જેલમાં છે.
આ પણ વાંચો: સંદેશખલીમાં ED ટીમ ઉપર હુમલા મામલે TMC નેતાના ભાઈ સહિત ત્રણની ધરપકડ