સુરત-અમદાવાદ સહિત 13 જગ્યા પર NIA નું સર્ચ ઓપરેશન, દેશવિરોધી પ્રવૃતિ કરતાં યુવાકો પર નજર
દેશમાં NIA દ્વારા અલગ અલગ સ્થાનો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ 13 જગ્યા પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગુજરાતમાં અમદાવાદ ,સુરત, ભરૂચ અને નવસારીમાં NIA અને ATS ટીમ તપાસ કરી રહી છે.મહત્વનું છે કે,ISI ના મોડ્યુલને લઈને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.છેલ્લા કેટલાક મહિનાઓથી અમુક ચોક્કસ વિસ્તારોમાં થતી ગતિવિધિઓ પર NIA નજર રાખી રહી હતી.તમને જણાવી દઈએ કે, સ્થાનિક SOG અને ATS ની ટીમો પણ સર્ચ ઓપરેશનમાં જોડાઈ છે.
દેશના 13 સ્થળો પર NIA ના દરોડા
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ISIS ના સંબંધમાં દેશના 6 રાજ્યોમાં 13 સ્થળો પર દરોડા પાડ્યા છે. એક મહિનામાં NIAની આ બીજી મોટી કાર્યવાહી છે. ગુજરાત સાથે મહારાષ્ટ્ર અને ઉતરપ્રદેશમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.NIAએ આ સંબંધમાં ઉત્તર પ્રદેશના સહારનપુરથી દેવબંદમાં મદરેસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની પણ ધરપકડ કરી છે. ફારુખ નામનો આ વિદ્યાર્થી કર્ણાટકનો રહેવાસી છે.આ સિવાય NIAએ મહારાષ્ટ્રના બે જિલ્લામાં દરોડા પાડ્યા છે. આ દરોડા રાજ્યના કોલ્હાપુર અને નાંદેડ જિલ્લામાં ISIS સાથે જોડાયેલા કેસના સંદર્ભમાં પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : સુરતમાં NIA અને ATSના ધામા – ભાગળ તળાવ વિસ્તારમાં દેશ વિરોધી કૃત્યની આશંકા, એક મૌલાનાની અટકાયત
સુરતમાં યુવાનની અટકાયત
સુરતના સૈયદપુરા વિસ્તારમાં NIA અને ATS ની ટીમે ધામા નાંખ્યા છે. એક યુવકની પૂછપરછ કરવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા છે. કર્ણાટક અને તામિલનાડુમાં પકડાયેલા આરોપીની પૂછપરછમાં સુરતના યુવકનું નામ ખુલ્યું હોવાની વાત સામે આવી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી અમુક ચોક્કસ માનસિકતા ધરાવતા લોકો, અને ચોક્કસ વિસ્તારોમાં થતી ગતિવિધિઓ પર NIA નજર રાખી રહી હતી. ગુજરાતમાં અમદાવાદ ,સુરત, ભરૂચ અને નવસારીમાં NIA (national Investigation Agency) અને ATSની ટીમ તપાસ કરી રહી છે.
NIA અને ATSની ટીમે સુરતમાં ધામા નાખ્યા છે. દેશવિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા હોવાની શંકામાં NIA અને ATSએ ભાગાતળાવ વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકની અટકાયત કરી છે. અબ્દુલ જલીલ મુલ્લાહ નામના આ શકમંદ યુવકની અટકાયત કરવામાં આવી છે. દેશ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ હોવાની શંકાના આધારે આ યુવકની અટકાયત કરવામાં આવી છે. આજે વહેલી સવારે 5:00 વાગ્યે NIA અને ATSની ટીમ ભાગાતળાવમાં ત્રાટકી હતી. યુવકની અટકાયત બાદ તેને ગોપીપુરા વિસ્તારમાં આવેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ઓફિસે લઈ જવામાં આવ્યો હતો. અહીં યુવકની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.